Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના શ્રેષ્ઠી વિચાર કરવા લાગ્યો કે–આ મંદિર બાંધવાનું કામ તો હું કરી શકું તેમ છું. તે સામર્થ્ય મારામાં છે. મંદિરમાં દર્શન કરી. શુભભાવના ભાવી કે સ્તવના કરી અનેક જીવો પિતાના આત્માને શુભ માગમાં જેડે તે તેનું નિમિત્તકારણ તો હું જ થાઉં ને? તેમાંથી મને ફાયદો કે લાભ તો મળે જ, કારણ કે કરેલું કાર્ય નિષ્ફળ હોતું નથી. વળી મહાપુરુષો ઉપર ગુણાનુરાગ પણ કર્યો કહેવાય અને આ ગુણાનુરાગીપણાથી તે તે ધાર્મિક ગુણોની પ્રાપ્તિ પણ સુલભ જ de7 II : થાય ઈત્યાદિ વિચાર કરતા અને પિતાને ધન્ય માનતો શ્રેષ્ઠી ઘેર આવ્યો. પોતાના મિત્રની સલાહ લઈ તેના કહેવા પ્રમાણે તેણે એક રમણિય જિનમંદિર બંધાવ્યું. અને તે મંદિરમાં જિનબિંબનું પ્રતિષ્ઠાન કરાવ્યું. થેડા વખત પછી સમસ્ત કથિત જનને કદર્થના કરનાર શિશિર ઋતુની (શિયાળાની) શરૂઆત થઈ જેમાં મચકુંદના પુષ્પો પ્રકુલિત થઈ રહ્યા હતાં. હિમાલયને સ્પર્શીને આવત ઠંડો પવન વહન થઈ રહ્યો હતો. ઘણી ટાઢથી ઠરી ગયેલાં ગરીબ મનુષ્યના બાળકો કડકડાટ કરતાં દાંતવીણા વગાડી રહ્યાં હતાં. શીતની અધિકતાથી કમલીનીનાં વને ગ્લાનિ પામ્યાં હતાં. હેમંત ઋતુમાં પડતાં તુસારના કણોની મદદથી પાણી પણ જામી ગયાં હતાં. આ અવસરે તે તે શિવાલયના પૂજક શેએ, સાગરદત્ત શ્રેષ્ઠીને શિવલિંગના પૂજન માટે બોલાવ્યા. કોષ્ઠી ત્યાં " આવ્યું. શિવપૂજનની તેયારી કરતો હતો તેવામાં શિવાયતનમાં રહેલા ધી ઉપર કેટલીક ધીમેલો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak