Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના 'T ૪૩પ { લઈ હાથીને કાપવા લાગ્યો. તે સ્થળે એક સર્પનું દર હતું. હાથીના પડવાથી સર્પ થોડે દબાયે હતો. તેને સખત પીડા થયેલી ન હોવાથી તે હજી જીવતો હતો. ક્રોધ અને પીડાથી જોડાયેલા સપે, તે ભિલ્લને એવા જોસથી ડંખ માર્યો કે તેના ઝેરની પ્રબળ અસરથી ભિલ્લ ત્યાં જ મરણ પામે અને સર્ષે પણ થોડીવારે મરણને શરણ થયા. એ અવસરે એક શિયાળ ત્યાં થઈને જતો હતો. માંસરસની લોલુપતાથી તે ખુશી થતો થતે ત્યાં આવ્યું. તે જીવત છે કે મરી ગયો છે તેને નિશ્ચય કરવા માટે બે ત્રણ વાર નજીક આવી પાછો ફર્યો. છેવટે તે ત્રણે મરી ગયેલ છે તેનો તેણે નિર્ણય કર્યો. પણ લોભની ગતિ વિચિત્ર છે તેથી તે ચિંતવવા લાગ્યો કે–આ મનુષ્ય અને હાથી મારા જીવિત પર્યત પહોંચે તેટલો ખોરાક મારા માટે છે. તે તો મારે જ ખાવો છે ને ? આ ધનુષ્ય ઉપર બાંધેલી ચામડાની દોરી છે તે હમણા ખાઈ લઉં ઈત્યાદિ વિચાર કરી ધનુષ્યની કેટી ઉપર બાંધેલી ચામડાની દોરી તે ખાવા લાગ્યો. તે દોરી તૂટતાં જ ધનુષ્ય ઉપર ચડાવેલી છવા દિરી] એકદમ તૂટી, અને તેથી ધનુષ્યને ભાગ તાળપ્રદેશમાં એવા જોરથી વાગ્યું કે તે શિયાળ તત્કાળ ત્યાં જ મરણ પામ્યો. હા! હા! અજ્ઞાનથી અંધ થયેલા અને આd, રૌદ્ર ધ્યાનને પરાધીન થયેલા છેવો કાંઈ જુદું જ ચિંતવે છે અને વિધિનું વિલસિત [પૂર્વજન્મકર્મ કાંઈ જુદું જ કરે છે. P.P.AC. Gunratrasuri M.S." * Jun Gun Aaradhak Trust રૂપા