Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ દર્શના | 469aaaa માર્યો ગયો. સુગ્રીવ વિદ્યાધર સાથે પદ્મને વિશેષ પ્રીતિ થઈ. આ રાવણ સાથેના યુદ્ધમાં રામચંદ્રને તેના તરફથી અમૂલ્ય મદદ મળી હતી. પૂર્વ જન્મના સ્નેહી ગુરુ શિખ્યો. ત્યાર પછી જુદા ન પડતાં સાથે રહી ઘણા વખત પર્યત રાજ્યલક્ષ્મીનું પાલન કર્યું. વખતના વહેવા સાથે ભવવાસથી વિરક્ત થઈ સુગ્રીવે સદ્ગુરુ સમીપે ચારિત્ર લીધું રામચંદ્ર પણ પિતાના લઘુ બંધવ લક્ષ્મણના વિયોગે ચારિત્ર લીધું. તે બન્ને જણાએ તે ભવમાં જ્ઞાન દર્શન, ચારિત્રનું એવી રીતે પાલન કર્યું, આરાધન કર્યું કે સર્વે કર્મનો ક્ષય કરી તે જ ભવમાં નિવણુપદ પામ્યા. (આ ઠેકાણે સુગ્રીવ અને રામચંદ્રનું ચરિત્ર ઘણું જ ટુંકાણમાં આપવામાં આવ્યું છે તેને વિસ્તાર લખતાં એક જ પુસ્તક થઈ શકે, માટે વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ પદ્મચરિત્ર વાંચી લેવું) રત્નત્રયના આરાધન ઉપર જીર્ણવૃષભનું દષ્ટાંત સાંભળી, તે ત્રણના આરાધન માટે, આત્મહિતચિંતકોએ ઉજમાળ થવું, જેથી જન્મ, મરણના દુ:ખથી છૂટીને પરમ શાંતિ અનુભવાશે. રત્નત્રનું આરાધન કરનાર યા કરવા ઈચ્છા કરનાર જીવોએ ગુણાનુરાગી થવું. ગુણ જેવાની ટેવ કે ગુણ લેવાની ટેવ પાડવી. જે ગુણ મેળવવાની ઈચ્છા હોય તે ગુણને ધારણ કરવાવાળા મહાપુરુષોની સેવા કરવી. તેમની આજ્ઞા માન્ય કરવી. તેમનું બહુમાન કરવું. ત્યાગી વર્ગને દાન આપવું, તેમના સહવાસમાં-બતમાં આવવું. ગુણ અને ગુણીઓનું સ્મરણ કરવું. Hડ આ પ્રમાણે તેમાં તન્મયતા - તત્ત્વપરાયણ થતાં તે જ ગુણવાન પોતે થઈ શકાય છે. /469 છે. Jun Gun Aaradhak Trus