Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુગંધી પદાર્થો અત્યંત પુતિગંધ જેવાં લાગતા. સ્વાદિષ્ટ ચીજો લીંબડાથી પણ અધિક કટુક અનુભવાતી. પટકૂલ હંસતુલી. પ્રમુખ કોમળ સ્પર્શે કાંટાની સેજ સમાન તેને લાગતા. ગશીર્ષ સુદના ચંદનને રસ અગ્નિના કણીયાની માફક તે વેદતો હતો. ટૂંકમાં કહીએ તો આવી રીતે પ્રતિકૂળ ઈન્દ્રિયવિષને અનુભવતો રાત્રિ દિવસ પાડાની માફક આરડતાં તે દિવસે પસાર કરવા લાગ્યો. તે ઊછળી ઊછળીને વેદનાની અધિક્તાથી પૃથ્વી પર પડતો. પિતાને હાથે મસ્તક કૂટતો તથા પાસે બેસવાવાળા મનુષ્યને પણ ભય કરુણા ઉત્પન્ન કરાવતા હતા. તેનાં આવા દુ:ખમય જીવનથી લજજા પામી, કુમતિ દેવી અને હરિશ્ચંદ્રકુમાર તેને ગુપ્ત સ્થળે રાખી તેની પ્રતિચર્યા કરતા હતા. મહાનું દુઃખથી પરાભવ પામેલો કુચંદ્ર રાજા આ જિંદગીમાં જ નરક સરખાં દુઃખનો અનુભવ કરી મરણ પામ્યો. હરિશ્ચંદ્ર કુમારે તેનાં ઉત્તરકાર્યો કર્યા. પિતાની આવી ભયંકર અને વલવલતી સ્થિતિ દેખી કુમાર ઘણો ઉદાસીન થયો. લોકોના વિશેષ આગ્રહથી જ તે રાજ્યાસન પર બેઠે. પિતાનું મરણ સાંભળતાં તે વિચાર કરવા લાગ્યો કે, ખરેખર પુન્યપાપના ફળો છે જ. આ પ્રત્યય મેં પ્રત્યક્ષ દીઠે છે. હું બિલકુલ પાપ નહિ કરું. તે દિવસથી તે રાજા આખા ગંધાર દેશનું રાજ્ય ન્યાયપૂર્વક પાલન કરવા લાગ્યો. કિ અન્યાય ભરેલા કરો પ્રજા ઉપરથી કાઢી નાખ્યા અને જેમ બને તેમ પ્રજાને સુખી કરવા લાગ્યા. હરિશ્ચંદ્ર રાજાએ, ધર્મશ્રદ્ધાળુ બાળમિત્ર સુબુદ્ધિ નામના ક્ષત્રિય પુત્રને બોલાવીને કહ્યું - Ac. Gunrattasuri MS. Jun Gun Aaradhak I, 40 |