Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ -- ----- સુદશ ના -- - K 43, -- - --- હિંસા કરનાર) કેઈ ન હોવાથી હિંસા પણ છે જ નહિ. લોકોને ઠગવા માટે મૂઢ પુરુષોએ નાના પ્રકારની ક્રિયાઓની કલ્પનાઓ કરી છે. જો જીવ વિદ્યમાન હોય તે આ સર્વ કલ્પનાઓ સંભવી શકે પણ જીવ જ નથી તો પછી આ સર્વ કલ્પના ગામ વિના સીમની કલપના કરવાની માફક હાંસીને પાત્ર છે. તપશ્ચર્યા કરવી તે શરીરને શસાવવાનું છે અને સંયમ કરવો તે ભેગથી વંચાવાનું છે. સર્વક્રિયાઓ નિરર્થક છે. માટે હે બુદ્ધિમાન લોકે! વિષયાદિનો ત્યાગ કરવો અને વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવી તે એક જાતને કદાગ્રહ છે. સારું સારું ખાઓ, ઈષ્ટપાન કરો અને સ્વેચ્છાએ આચરણ કરો. જળબિંદુની માફક ચંચળ સંસારમાં ભણ્યા-ભર્યાના વિવેકની કાંઈ જરૂર નથી. આ પ્રમાણે લોકોને કહી પોતે પિતાને તેમજ લોકોને સાવધ સપાપ કાર્યમાં પ્રેરણા કરતો કુચંદ્ર રાજા રાજ્યનું પાલન કરતો હતો. અનેક જીવના વધ કરવામાં પ્રવૃત્તિ કરતાં તે નિર્દય રાજાએ ભારે કર નાંખી રાંક પ્રજાને ઘણી રિબાવી. ઉગ્ર પુન્ય પાપનાં ફળ તત્કાળ મળે છે. આ ન્યાયથી તેની છેવટની સ્થિતિમાં તેને મહાન અસાતાને ઉદય થયો. પાંચ ઈન્દ્રિયના વિષયે પ્રતિકૂળ થયા ઋતિને મધુરતા આપનાર ગીતે ખર અને ઊંટના શબ્દ સરખાં વિરસ સંભળાવા લાગ્યાં. સુંદર રૂપ વિકરાળ અને બીભત્સ દેખાવા લાગ્યા. કપૂર, અગુરુ આદિ dun Gun Aaradhak Trust P.P.Ac. Gunratnasuri M.S. -- --- // ૪૨કા