Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન ૪૪ર II. લઈ રાજ કેવળી ભગવંતને વંદન કરવા માટે ગયો. ભક્તિથી નમસ્કાર કરી. રાજા ગુરુ સન્મુખ ધર્મશ્રવણ નિમિત્તે બેઠો. યોગ્ય જીવ જાણી જ્ઞાનીએ ધર્મદેશના આપવાને પ્રારંભ કર્યો. કે હે ભવ્ય જીવો! આ આત્મા યા જીવ અનાદિ અનંત છે. અનાદિ કાળથી કર્મ સંયુત છે. વિવિધ પ્રકારના દુ:ખદવથી સંતપ્ત થઈ, ચાર ગતિરૂપ ભવમાં પરિભ્રમણ કરે છે. તે પરિભ્રમણની શાંતિ માટે જ્ઞાનાદિ સામગ્રી મેળવી. સમ્યક પ્રકારે જ્ઞાન, શ્રદ્ધાન, અને આચરણ કરતાં કર્મને સર્વથા ક્ષય કરી શકે છે. અને તેથી અક્ષય, શાશ્વત સુખવાળું મોક્ષ મેળવી શકે છે વિગેરે, ધર્મદેશના સાંભળી તત્ત્વજ્ઞાનના પરમાર્થને જાણી, શ્રદ્ધા, સંવેગમાં તત્પર થયેલા રાજાએ ગુરુશ્રીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી. ગુરુરાજ ? દેનાં પ્રત્યક્ષ દર્શનથી અને આપની અમેઘ દેશનાથી મને ચોકકસ નિર્ણય થાય છે કે પરલોક છે તો મારા પિતા નાસ્તિકવાદને સ્વીકાર કરનાર મરીને કયાં ઉત્પન્ન થયા, તે આપ કપા કરીને મને જણાવશે કેમકે તેની પરલોકમાં હયાતિ તે જ નાસ્તિકવાદનો નાશ કરનારી છે. ગુરુશ્રીએ કહ્યું : તમારા પિતા છેવટની સ્થિતિમાં આક્રંદ કરતો કૃષ્ણલેશ્યામ-રૌદ્રપરિણામે મરણ પામી સાતમી નરકમાં ઉત્પન્ન થયો છે. આસ્તિક વાદ હે રાજન્ ! તેની માન્યતા એ હતી કે જીવ નથી, પુન્ય નથી, પાપ નથી, પરલોક નથી Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak True ૪૪ર .