Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદરના l૪૫ર જેડી સ્વયં બુદ્ધના ચરણમાં તેણે પોતાનું શરીર નમાવી દીધું. ગદ્ગદ્ સ્વરે રાજા બોલવા લાગ્યો. હા! હા! સ્વયં બુદ્ધ મારું શું થશે? વિષયકષાયાદિ પાપપ્રવૃત્તિમાં મારું બધું આયુષ્ય નિરર્થક ગયું. ચાર પ્રકારનો ધર્મ મેં ન કર્યો. અરિહંતાદિ ચાર શરણાં મેં ન લીધાં અને ચાર ગતિને અંત મેં ન કર્યો હા! હા! હું મનુષ્યજન્મ હારી ગયો. સ્વયંબુદ્ધ ! આટલા થોડા આયુષ્યમાં હવે હું ધર્મ કેવી રીતે કરી શકું? હે પરોપકારી! તું મને રસ્તો બતાવ. આ પાપીને ઉદ્ધાર થાય તેવો રસ્તો બતાવ. સ્વયંબુદ્ધ ધીરજ આપતાં કહ્યું, મહારાજા ! નિર્ભય થાઓ. હૈયે ધારણ કરી ધન્ય છે આપને કે આ વખતે પણ આપની ધર્મ તરફ આટલી બધી લાગણી છે. ઘણાં ભવના સંચિત કર્મો પણ ચારિત્ર ગ્રહણ કરવાથી થોડા વખતમાં ખપાવી શકાય છે. ઘણા લાંબા વખતથી સંચય કરાએલા લાકડાંઓને શું અગ્નિ છેડા વખતમાં નથી બાળી શકતો? બાળી શકે જ છે. એક દિવસ પણ જો આ જીવ ચારિત્ર ગ્રહણ કરી તેમાં તન્મય થઈ રહે તે મોક્ષ પણ મેળવી શકે છે. કદાચ તેવી તીવ્ર ભાવનાના અભાવે મોક્ષ ન પામી શકે તથાપિ વૈમાનિક દેવ સિવાય અન્ય ગતિનું આયુષ્ય બાંધતું નથી. અરે ! એક દિવસ તો દૂર રહી પણ એક મુહર્ત જેટલા વખતના ચારિત્રમાં પણ અનેક ભવનાં પાપે ખપાવી શકાય છે. દ્રવ્યચારિત્ર સિવાય પરિણામની વિશુદ્ધતાથી ભાવ ચારિત્ર પણ પામી શકાય છે. અને અંતર્મુહર્તમાં અનેક ભવનાં કર્મો ખપાવવાં તે ભાવAc. Gunratnasur M.S. | ૫ર || Jun Gun Aaradhak Trus