Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન આ પ્રમાણે તે ગુણવતીને માટે અત્યારથી વેરનો અંકુર ફુટયે, તે અંકુરાએ આગળ વધતાં, સીતાજી માટે રાવણ અને રામચંદ્રના યુદ્ધો કરાવવારૂપ ભયંકર વૃક્ષનું રૂપ પકડયું. ખર્શના તીવ્ર પ્રહારથી અને અન્ય બને જેણાં ઘાયલ થઈ આત્ત ધ્યાને મરણ પામી INR વનમાં મૃગપણે ઉત્પન્ન થયા. પતિના મરણથી ગુણવતીને ઘણો શોક થયો. શેક કરતી પુત્રીને તેના પિતાએ દિલાસો આપી સમજાવી કે, પુત્રી! તું ખેદ નહિ કરે. આ સર્વ પાપનાં ફળ છે. તું ધર્મ કર. થયું તે ન થવાનું નથી. કર્મની અધિકતાથી યા વિષમતાથી તે ધર્મમાં ઉજમાળ ન થઈ. એટલું જ નહિ પણ ગુણવાન ઉપર દ્વેષ ધારણ કરતી ધર્મની નિંદા કરવા લાગી. વૈધવ્યદુ:ખથી દગ્ધ થઈ થોડા જ વખતમાં આર્તધ્યાને મરણ પામી, ભવિતવ્યતાના નિવેગે તે જ વનમાં હરિણીપણે ઉત્પન્ન થઈ. તે હરિણીને દેખી તેને મેળવવા માટે પેલા બે મૃગ આપસમાં લડવા લાગ્યાં. લડતાં લડતાં બન્ને મૃગો મરણ પામી એક ગામમાં પાડાપણે ઉત્પન્ન થયા. હરિણી પણ તેના ધ્યાનમાંવિચારમાં મરણ પામી તે જ ગામમાં મહિલી(ભેંસ)પણે ઉત્પન્ન થઈ. અહો! કર્મની ગતિ ! આ જ મહિલી માટે આપસમાં યુદ્ધ કરતા બન્ને પાડાઓ મરણ પામી, વનમાં મદોન્મત્ત હાથીપણે બન્ને ઉત્પન્ન થયા. મહિષી પણ મરણ પામી કર્મયોગે તે જ વનમાં હાથણીપણે ઉત્પન્ન થઈ. વિરના કારણથી આ પ્રમાણે ત્રણે જણાએ તિર્યંચના ભવમાં નાના પ્રકારનાં દુઃખ સહન કરતાં હતાં. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak True