Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના // N8 | મહાન ગૌરવથી કર્યો હતો. તે શહેરમાં લક્ષ્મીવાનું, ગુણવાન અને રૂપવાન શ્રીકાંત નામને શ્રેષ્ઠી પુત્ર રહેતો હતો. તેના ઉત્તમ ગુણોથી રંજિત થઈ સમુદ્રદત્ત, ધનદત્ત સાથે વિવાહ તેડીને શ્રીકાંત સાથે ગુણવતીને પરણાવી દીધી. આ વાતની ખબર વિપ્ર વામદેવને મળી. તેણે પિતાના બાળમિત્ર વસુદત્તને કહ્યું, હા ! હા! મિત્ર. જો તો ખરો. સમુદ્રદત્ત કેટલું બધું કાર્ય કર્યું છે? તેણે પિતાની પુત્રી, ઘણી પ્રાર્થનાથી તારા મોટાભાઈને આપી હતી; વચનથી ભ્રષ્ટ થયેલા તે ધીઠ મનુષ્ય હમણાં તે પુત્રીને શ્રીકાંત સાથે પરણાવી દીધી છે. ઇત્યાદિ વચનરૂપ ઇંધણાંઓથી વસુદત્તને કપાગ્નિ પ્રજવલિત થયે. સ્વાભાવિક રીતે પણ તે અભિમાની તો હતો જ, તેમાં આ વિપ્ર ઉશ્કેરનાર મળે. તેણે વામદેવને કહ્યું : મિત્ર! હું શ્રીકાંતની ખબર લઈશ. દુનિયામાં અવજ્ઞા થવી તેના સમાન મનુષ્યને જીવતા બાળનાર બીજું કયું દુ:ખ? તેનું જીવવું તે ન જીવવા બરોબર છે. જનનીને કલેશ આપનાર તેવાં મનુષ્યનો જન્મ દુનિયા ઉપર બાજા સમાન છે. આ અપમાન હું સહન નહિ કરું. જરૂર તેનું વેર લઈશ. ક્રોધથી અંધ થયેલા વસુદત્ત, અવસર મળતાં જ શ્રીકાંત ઉપર જોરથી ખગનો પ્રહાર કર્યો. શ્રીકાંતે પણ તરત જ તેના ઉપર તરવારને પ્રહાર કર્યો. Jun Gun Aaradhak I ૪પ૮ . Ac Gunratnasuri M.S.