Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સંસારી જીવો તે કર્મનો અનુભવ કરે છે કરેલ કમને ભગવ્યા સિવાય નાશ નથી. નહિ કરેલ કમનો ઉપભેગ કરવો પડતો નથી. જે કરવો પડતો હોય તે પછી મોક્ષના જીવોને પણ સુખ, દુઃખ વેદવાં જ પડે અને જો તેમ થતું હોય તો અનવરથાદોષ સુદર્શના . આવે અર્થાત ઘર્માધર્મવ્યવસ્થા વિસંસ્થૂલ થઈ પડે. પણ તેમ નથી. કરેલ કર્મ જ ભેગવવાં પડે છે. | 447 { દુનિયાના સર્વ પદાર્થો નિત્યાનિત્યરૂપ છે અને તેમ કહેવામાં અપેક્ષા રાખવામાં આવી છે. દરેક પદાર્થમાં ઉ૫ત્તિ, સ્થિતિ અને વિનાશ આ ત્રિપુટી (ત્રણ ભાગ) લાગુ પડે છે. તે આ પ્રમાણે છે - એક સેનાનું કુંડલ હતું તેને ભાંગી નાંખી તેને મુગટ બનાવ્યું. પૂર્વે કહેલી અપેક્ષા અહીં પ્રગટ સમજાશે. આ ઠેકાણે કુંડળનો નાશ થયો, મુગટની ઉત્પત્તિ થઈ–આ બને સ્થળે સોનું દ્રવ્ય કાયમ રહ્યું. આ જ પ્રમાણે દરેક પદાર્થમાં આ ઉત્પત્તિ સ્થિતિ અને વ્યયની અપેક્ષાએ સમજી લેવી. છવદ્રવ્ય માટે ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યય (નાશ)ની સમજણ આ પ્રમાણે છે. પૂર્વ– જન્મના મનુષ્યાદિ પર્યાયને નાશ. આ ભવના પર્યાયની ઉત્પત્તિ અને છેવદ્રવ્યની બન્ને સ્થળે પડી કાયમ સ્થિતિ-હયાતી રહેવી, આ પ્રમાણે સર્વ દ્રવ્યમાં નિત્યાનિત્યની અપેક્ષા સમજવા યોગ્ય છે. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus Is II