Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના I437 લાંતક નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો છું. પુત્ર! તું પણ સંયમનિયમમાં ઉજમાળ થજે, અમૃતતુલ્ય જિનવચનથી તારા આત્માને ભાવિત કરજે. શ્રદ્ધાળુ હૃદયના, પ્રમાદવિનાના અને સંયમ માર્ગમાં ઉદ્યમ કરનારા આ પદને પામી શકે છે. પ્રયત્નથી તું પણ આ પદ પામી શકીશ” આ પ્રમાણે કહીને તમાલદલની માફક શ્યામલ આકાશતળને પ્રદ્યોતિત કરતો તે દેવ ત્યાંથી આકાશમાર્ગે ચાલ્યા ગયે. મહારાજા ! આ વાત તમે દીઠી છે, સાંભળી છે અને અનુભવી છે. તે વાત જે તમને યાદ હોય તો પરલોક છે, તેની શ્રદ્ધા તમે શા માટે નથી કરતા? રાજાએ કહ્યું : ભદ્ર સ્વયંબુદ્ધ ! તે વાત મને યાદ આવે છે. પરલોક છે. હમણાં તે વાતનું દઢ શ્રદ્ધાન કરું છું, તેમાં મને બિલકુલ શંકા નથી. 0 રાજાના આ શબ્દથી તે પરોપકારી સ્વામીભક્ત પ્રધાનને ઘણો આનંદ થયો. તે અવસરને જાણ હોવાથી અવસર આવ્યો જાણી તેણે ફરી રાજાને કહ્યું-રાજનું ! વંશપરંપરાથી સાંભળેલું અને ધર્માધર્મના ફળને પ્રગટ કરનારું, તમારા પૂર્વજોનું વિવેકવાળું કર્તવ્ય હું આપને સંભળાવું છું. આમાંથી આપને જાણવાનું કે શીખવાનું ઘણું મળી આવશે. આ જ નગરમાં રાજ્ય કરનારા તમારા પૂર્વજેમાં પૂર્વ કચંદ્ર નામને રાજા થયો હતો. તેને કુરુમતિ નામની રાણી હતી. માતા, પિતાને પૂર્ણ ભક્ત હરિશ્ચંદ્ર નામને તેમને એક પુત્ર I 3G || Ac. Gunratnasuri MS Jun Gun Aaradhak T