Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના 428 a } } એક ચતુર યુવાન સ્ત્રીને પતિ પરદેશ ગયો હતો. આ સ્ત્રી પતિપ્રેમમાં આસક્ત થયેલી હતી. પતિના વિયેગે વિરહાનળથી યા કામદાવાનળથી દગ્ધ થઈ બીચારી કરૂણ સ્વરે ગાય કરતી હતી. આ સ્ત્રીનું ગાયન વિચારવાનું વિવેકી પુરુષોને વિલાપપક્ષમાં અનુભવાશે કે નહિ? કેમકે ગીતનું ઉત્તિરસ્થાન કે માર્મિક સૂચન રુદનથી જ ભરપૂર છે. તેમ હે રાજન્ ! જેનું પહેલું કે છેલ્લું પરિણામ દુઃખરૂપ હોય તે સુખરૂપ કેમ ગણાય? એક મનુષ્ય ઘેલો થઈ ગયો છે. તે પોતાની વિસંસ્થૂલ સ્થિતિમાં નાચતો કૂદતો આમતેમ ફર્યા કરે છે. આ તેનું નાચવું, કૂદવું વિવેકી મનુષ્યને વિડંબના સમાન અનિષ્ટ નહિં લાગે? લાગશે જ, તેમ મહથી ઘેલા થઈ નૃત્ય કેવળ વિડંબનાતુલ્ય જ છે. ભૂષણની ભ્રાંતિથી કેઈએ ગળામાં પથ્થર લટકાવ્યા હોય તે જેમ બોજારૂપ છે તેમ પરમાર્થદષ્ટિએ વિચાર કરતાં આ સર્વ આભરણે ભારમાં પથ્થર સરખા બજા કરનારા જ છે. | કિંપાકનાં ફલો દેખાતાં સુંદર, સ્વાદે મધુર છે પણ તેને વિપાક ભયંકર પરિણામવાળે છે. તેમ સર્વ કામગ દેખાતાં અને ઉપગે કરવામાં સુખરૂપ અનુભવાય છે પણ પરિણામે દુઃખરૂપ છે. | હે રાજા! કામ શલ્યતુલ્ય છે, કામ વિષતુલ્ય છે અને કામ ઝેરી સર્પસમાન છે. કામની પ્રાર્થના-ઈચ્છા કરવાવાળા વિના પ્રજને દુર્ગતિમાં જાય છે. શુભાશુભ પાંચ ઇંદ્રિયના વિષયમાં A Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trol L428 it E - IER