Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ - સુદર્શન 76 | દારિદ્ર અવસ્થામાં દાન આપવું, શક્તિ છતાં ક્ષમા કરવી, વિદ્વાન છતાં ગર્વ ન કરવો, યુવાવસ્થામાં તપશ્ચર્યા કરવી, અને ધર્મમાં દયાની હયાતી હેવી, તે-તે ગુણોની ખરી પરીક્ષા ? માટે કસોટી છે. ' હે રાજન! તેમ છતાં પણ સર્વ ધર્મોમાં આદિ ગૃહસ્થાશ્રમ ધર્મ છે. માટે ગૃહસ્થ અવસ્થામાં રહી ધર્મસાધન કરવું જોઈએ. જેમ વહન થતા નદીના સર્વ પ્રવાહે અંતમાં સાગરના સમાગમને આશ્રય કરે છે, તેમ સર્વ આશ્રમીઓને આશ્રયદાતા ગૃહસ્થાશ્રમ હોવાથી, સર્વ આશ્રમીઓની સ્થિતિ ગૃહસ્થાશ્રમ છે. આ પ્રમાણે પુરોહિતના વચન સાંભળી સંતોષ પામી રાજાએ જણાવ્યું કે–પુત્રી ! આપણું રાજગુરુએ જણાવેલો ધર્મ, ગૃહસ્થાશ્રમમાં રહીને તું અંગીકાર કર. આ વેરાગ્ય ધારણ કરવાની તને શું જરૂર છે? મધ્યસ્થ અને નીરોગીપણે ગૃહવાસમાં રહ્યા છતાં નિઃસંગ મનુષ્ય જે પુણ્ય ઉપાર્જન કરે છે, તે પુણ્ય વનવાસમાં રહ્યા છતાં પણ સરાગી મનુષ્ય પેદા કરી શકતા નથી, માટે ગૃહસ્થાવાસમાં મધ્યસ્થપણે રહી જીવન ‘પૂર્ણ કરવું તે વધારે ઉચિત છે. વળી જાતિ, કુળ, રૂપ અને વિક્રમમાં જે સર્વથા પ્રધાન હશે તેવા લાયક રાજકુમારની તારા વિવાહ માટે હું હમણાં જ ગવેષણ કરાવું છું. પુત્રી ! આમ એકદમ વૈરાગણ બની માતા, પિતા અને સ્વજન પ્રમુખને ખેદ નહિ કરાવ. તું જે કહીશ તે સર્વ સામગ્રી હું તને મેળવી આપીશ. Ac: Gunratnasur MS Jun Gun Aaradhak સી -