Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ -- -- સુદર્શના I s8 it } છતાં ગૃહસ્થાશ્રમની શ્રેષ્ઠતા ન જ કહેવાય. સ્વામી તે સ્વામી જ અને સેવક તે સેવક જ. તેમ ગૃહસ્થાશ્રમ તે ગ્રહસ્થાશ્રમ જ અને સંન્યસ્તાશ્રમ તે સંન્યસ્તાશ્રમ જ) 1. ભિક્ષુકા જ્ઞાનરૂપ ધનવાન હોવાથી સ્વામી જ છે, એમ માનવું જોઈએ. અને ગૃહસ્થો જ્ઞાનધન વિનાના હોવાથી કિંકર સરખા કહેવાય છે. ગ્રહસ્થ તેમના સદાય આચારને લઈને સર્વ પ્રકારે નિદ્ય છે, ત્યારે શ્રેષ્ઠ આચરણોને લઈને ભિક્ષુકે સર્વપ્રકારે સ્તુતિ કરવા યોગ્ય છે. 2 मेरूसर्षपयोर्यद्वद्भानुखद्योतयोरिव / समुद्रसरसोर्यवत्तद्भिक्षुगृहस्थयोः // 3 // જેટલું મેરુપર્વત અને સરસવના દાણામાં અંતર છે, સૂર્ય અને ખજુવામાં અંતર છે, તથા સમુદ્ર અને સરોવરમાં અંતર છે, તેટલું ભિક્ષુધર્મ (યતિધર્મ) અને ગૃહધર્મમાં છે. 3. નિરંતર આરંભમાં પ્રવૃત્તિવાળા, અને પરિવારાદિના પિષણમાં વ્યગ્ર થયેલા ગ્રહરમાં જોઈએ તેવો પૂર્ણ ધર્મ ક્યાંથી હોય? કહ્યું છે કે- ' . . खंडनी पेषणी चुल्ली जलकुंभःप्रमार्जनी / पंचसूना गृहस्थस्य तेन स्वर्ग न गच्छति // 1 // | 78 || Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak True