Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન 1 203 પ્રકરણ 26 મું ધર્મ ઉપગ્રહ દાન न तवो सुट्ठ गिहीणं, विसयपसत्ताण होइ नहु सीलं / सारंभाण न भावा, साहारो दाणमेव तओ // 1 // ગૃહસ્થાશ્રમીઓથી જોઈએ તે તપ બની શકતો નથી. વિષયમાં આસક્ત થયેલાઓને શિયળ હતું જ નથી. ત્યારે આરંભની પ્રવૃત્તિવાળામાં ભાવ (કયાંથી હોય) ન હોય, માટે ગૃહસ્થોને દાન ધર્મને જ મુખ્ય આધાર છે. અર્થાત ગૃહસ્થીઓ દાનધર્મથી જ આગળ વધે છે. ચારિત્ર ધર્મના રક્ષણ માટે યા પિષણ માટે અન્ન, પાણી, મુકામ, વસ્ત્ર અને ઔષધાદિનું ત્યાગી મહાત્માઓને દાન આપવું તે ધર્મ ઉપગ્રહ દાન કહેવાય છે. 1, દાયક શુદ્ધ, *, ગ્રાહક શુદ્ધ, 3. કાળ શુદ્ધ, અને 4, ભાવ શુદ્ધ-એમ આ દાન ચાર પ્રકારનું છે. દાયક શુદ્ધ-દાન આપવામાં આટલા ગુણોની જરૂર છે. બાહ્ય આડંબર વિનાનો, પૈસાપાત્ર, ઉદાર સ્વભાવ, મચ્છર રહિત, ધીરતાવાળ, દાનની લાગણીવાળા પરિવાર, શાંત સ્વભાવ, 203 / Jun Gun Aaradhak TH DI Ad Gunratnasuri M.S