Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના 313 II આ પ્રમાણે અકાયનો પશ્ચાત્તાપ કરનાર રાજાને, વિશદ્ધ પરિણામે મલિન વાસનામાંથી માગ કરી આપ્યો. વિરાગ્ય રંગથી રંગાયેલા રાજાએ, બળતા ઘરની માફક ગૃહસ્થાવાસનો ત્યા કરી, ગુણધર આચાર્ય પાસે ચારિત્ર લીધું. ભવિતવ્યતાના નિવેગે તત્કાળ તેના પર વીજળી પડી વિશુદ્ધ પરિણામે મરણ પામી સૌધર્મદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. દેવિક આનંદનો ઉપભોગ કરી, તે સેમચંદ્ર રાજાને જીવ-હે નરવિક્રમ રાજા ! તું પોતે અહીં ઉત્પન્ન થયો. પૂર્વભવમાં પરધન અને પરસ્ત્રીહરણાદિ જે પાપ કર્યું હતું તે કારણથી, તેના ફળરૂપ આ જન્મમાં તમને આવું દુ:ખ સહન કરવું પડયું છે. પિતાનો પૂર્વભવ સાંભળતાં રાજા નરવિક્રમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પાછલે ભવ દીઠે. ગુરુશ્રીને નમ-કાર કરી તે બોલ્યો : હે નાથ ! આ મારા કર્મો કેવા ઉપાયથી દૂર થઈ શકે ? ગુરુએ કહ્યું : હે રાજન્ ! દુર્જય કમ દૂર કરવા માટે તપશ્ચર્યા સમર્થ છે. તપશ્ચર્યા બાર પ્રકારની છે. તેમાં પણ બાહ્ય તપ કરતાં અત્યંતર તપ શ્રેષ્ઠ છે. અત્યંતર તપમાં પણ ધ્યાન શ્રેષ્ઠતર છે એમ તીર્થકરોએ કહ્યું છે, કેમકે ધ્યાનથી ઘણા કાળનાં કિલષ્ટ કર્મોનો પણ ક્ષય કરી શકાય છે. કહ્યું છે છે– कम्ममसंखिज्जभवं खवेइ अणुसमयमेव आउत्तो / अन्नयरंमि जोगे झामि पुण विसेसेण // Jun Gun Aaradhak. TILSE || 3 | PP Ac. Gunratnasuri MS