Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ - સુદર્શના છે. 416 આવેલી વસ્તુઓને (જીવન) સંહાર (આત્મગુણને નાશ) કરી રહી છે. અજ્ઞાનરૂપ પવનથી પ્રેરાયેલા સંયોગ વિયોગરૂપ તરંગે ઉછળી રહ્યા છે. હે ભવ્ય છે ! આ દુસ્તર સંસારસમુદ્ર તરવાની તમારી ઈચ્છા હોય તે ચારિત્રરૂપ પ્રવહણ (વહાણ)ને તમે આશ્રય કરો. આ ચારિત્રરૂપ વહાણુ શુદ્ધભાવરૂપ મોટાં પાટીયાંનું બનેલું છે. સદૃર્શન (સમ્યત્વ) રૂપ મજબૂત બંધનથી (પટ્ટાઓથી) જડાયેલું છે. સંવરરૂપ પુરણીથી (છિદ્રબંધ કરવાની વસ્તુઓથી) આસ્રવરૂપ છિદ્રો મજબૂતાઈથી પૂરેલા છે. વૈરાગ્યરૂપ સીધા સરલ રસ્તા ઉપર, તપરૂપ પવનના ઝપાટાથી ઘણી ઝડપથી ચાલી રહ્યું છે. જ્ઞાનરૂપ કપ્તાને ઘણી બારીકાઈથી તેનું રક્ષણ કરે છે. આ વહાણને આશ્રય કરનાર, ભવ્ય જીવરૂપ મુસાફરો, ઘણા થોડા વખતમાં સંસારસમુદ્રને પાર પામી મોક્ષરૂપ ઇચ્છિત બંદરે જઈ પહોંચે છે. | ઇત્યાદિ ગુરુમુખથી સંસારસમુદ્ર તરવાને બોધ પામી, સંસારને પાર પામવાની ઈચ્છાવાળો રાજા, સંવેરંગથી રંગાઈ ગુરુશ્રીને વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. મહારાજા ! આપનું કહેવું સત્ય છે. સંસાર દસ્તર છે છતાં ઉદ્યમ સાધ્ય છે, રાજ્યને સ્વસ્થ કરી હું આપની પાસે ચારિત્રરૂપ જહાજ ' (વહાણ) અંગીકાર કરીશ. ગુરુએ ઉત્તર આપ્યો. રાજન્ ! પણ વખત પ્રતિ બંધ ન કરીશ. ગુરુની આજ્ઞા શીર પર ચડાવી રાજા સહર્ષ શહેરમાં આવ્યા. મંત્રી, સામતાદિ સર્વ Guntatnasuri MS I 16 Jun Gun Aaradhak Trus