Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદના 419ii સમ્યગદર્શનરૂપ બીજા રત્નનું સ્વરૂપ પૂર્ણ થતાં ગુરુમહારાજે ધર્મોપદેશનો ઉપસંહાર કર્યો. એટલે સદશના વિગેરે ગુરુમહારાજને નમસ્કાર કરી પોતાના મહેલમાં આવ્યાં અન્ય 8 પિતા પોતાને સ્થાને ગયાં. સુદર્શનાના આનંદનો પાર ન રહ્યો. દેવપૂજન આદિ પોતાના કર્તવ્યકર્મ કરી ભોજન કર્યા બાદ સુદર્શનાએ પિતાની ધાવમાતા કમળાને બોલાવી કહ્યું –ધાવમાતા ! તમે હવે સીંહલદ્વીપ જલદી જાઓ. ત્યાં જઈ મારાં વહાલાં સ્નેહી માતા, પિતા, બંધુઓને મારી કુશળપ્રવૃત્તિના સમાચાર તરત આપે. સ્નેહી માતા, પિતા મારા વિરહથી રતાં હશે. અગર ચિંતા કરતા હશે તેને તમે ધીરજ આપજે અને સમ્યકત્વને સ્થિર કરનાર મુનિઓના દર્શન અને તેમને કહેલો બાધ વિશેષ પ્રકારે તેમને સંભળાવ, તે સાથે અહીંના મહારાજા જિતશત્રુએ મારી કરેલી ખાત્રી ભક્તિ વિષે સવિસ્તર જણાવશે. મારી અમ્મા ! શીળવતીની મારા તરફની અખંડ લાગણી વિષે કહેવું ભૂલશો નહિં. અને તેઓ મારા તરફની કાંઈ પણ ચિતા ન કરે તે વિષે તમને કાંઈ પણ ભલામણ કરવાની જરૂર હ જોતી નથી, કારણ તમે પોતે વિચક્ષણ અને અવસરને ઓળખનાર છો, ઈત્યાદિ ભલામણ સાથે રાજકુમારીનો આદેશ થતાં જ કમળા, કુમારીને નમસ્કાર કરી એક જહાજ ઉપર ચડી બેઠી અને સીંહલદ્વીપ તરફ ૨વાના થઈ H410 -- Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Tru