Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ E]H દશ ના I 421 II an સામાયિક ચારિત્રના બે ભેદ છે એક થડા વખતનું અને બીજુ યથાવત્ જીવનપર્યતનું જેને ઈત્વરિક અને યાત્કથિત નામથી ઓળખાવવામાં આવે છે. પહેલા છેલ્લા તીર્થકરના મુનિઓને ઈત્વરિક સામાયિક જઘન્યથી સાત દિવસનું હોય અને ઉત્કૃષ્ટ છ માસનું હોય છે. મધ્યમ તીર્થંકરના તથા મહાવિદેહક્ષેત્રના મુનિઓને એક યાવતકથિત સામાયિક હોય છે તે જઘન્યથી અંતર્મહત્ત પ્રમાણે અને ઉત્કૃષ્ટથી દેશે ઊણાં પૂર્વ કડી વર્ષપર્યંત હોય છે. છેદપરથાનિક ચારિત્ર બે પ્રકારનું હોય છે. અતિચારવાળું અને અતિચાર વિનાનું. અતિચાર ન લાગ્યો હોય છતાં પણ છ માસ પછી જે ઉપસ્થાપના કરવામાં (મૂળ વ્રત ઉચરાવવામાં) આવે છે તેને અને ત્યાર પછીના અતિચાર વિનાના ચારિત્રને નિરતિચાર ચારિત્ર કહે છે. મૂળ ગુણમાં અતિચાર લગાડનારનું ચારિત્ર સાતિચાર ગણાય છે. વળી નિરતિચાર ચારિત્રવાળા પણ ઋષભદેવજીના તથા પાર્શ્વનાથ પ્રભુના સાધુઓને, અન્ય તીર્થમાં અજિતનાથ અને વીરપ્રભુના તીર્થમાં સંક્રમણ કરતાં છેદપસ્થાનિક ચારિત્ર હોય છે. ત્રીજું ચારિત્ર પરિહારવિશદ્ધ નામનું છે. તેના બે ભેદ છે. એક નિર્વિયમાન અને બીજુ નિર્વિષ્ટકાય. તે ચારિત્રની ક્રિયામાં પ્રવેશ કરનારા નિવિશ્યમાન કહેવાય છે. અને તે ક્રિયાને પાર પામેલા નિર્વિષ્ટકાય કહેવાય છે. આ બાબતમાં આવો સંપ્રદાય છે કે નવ સાધુઓ આ ચારિત્રની ક્રિયામાં પ્રવેશ કરે છે. ચાર સાધુઓ તે તપશ્ચરણાદિ ક્રિયા કરે છે. ચાર સાધુઓ તેઓની [BINEducation Ac. Gunratrasuri MS Jun Gun Aaradhak Trus