Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના I45 કાર્ય સમભાવમાં ભાવિતાત્મા મુનિઓ-ત્યાગીઓ કરી શકે છે. ગૃહસ્થ ધર્મમાં રહેલા મનુષ્ય અમુક અંશથી (દેશથી) તે પ્રમાણે વર્તન કરી શકે છે. એટલે ગૃહસ્થને દેશવિરતિ-દેશચારિત્ર કહેવાય છે. જ્ઞાન અને શ્રદ્ધાનું બન્ને હોય તથાપિ ચારિત્ર (ચરણ આચરણ) સિવાય કર્મને ક્ષય થઈ શકતો નથી. વૈદ ગમે તેટલો દવા ઔષધાદિકને જાણકાર હોય પણું ઔષધરૂપ ક્રિયાનું સેવન કર્યા વિના તે શું એકલા જાણપણાથી નિરોગી બની શકશે? નહિ જ. કેવળજ્ઞાન હોય અને લાયક દર્શન હોય તથાપિ સર્વ સંવર આવ્યા સિવાય કેવલી પણ નિર્વાણ પામતા નથી. યોગનિરોધરૂપ સર્વ સંવરની છેવટે તેમને પણ જરૂરિયાત પડે છે, માટે એકલા જ્ઞાન, શ્રદ્ધાનથી સંતોષ ન પામતાં સાથે ચારિત્રની પણ આવશ્યકતા છે એ ચોક્કસ સમજવું જન્મથી લઈ ધર્મશ્રદ્ધાન વિનાને અને સાવદ્ય કાર્યમાં આસક્ત થયેલો મહાબલ રાજા, છેવટની થોડા વખતની પણ સ્થિતિમાં વિશદ્ધ ચારિત્રની મદદથી સદગતિને પામે. મહાબલ રાજા આ જંબુદ્વીપના અવર વિદેહક્ષેત્રમાં પક્ષકાર અને ગંધમાદન પર્વતની પાસે ગંધિલાવતી નામની વિજય (મેટે દેશ) છે. તે વિજયમાં દેવોને ક્રીડા કરવાને સ્વર્ગ સરખે વિતાઢ્ય પહાડ શોભી રહ્યો છે. તે વિજયમાં ગંધાર નામને વિશાળ દેશ છે. આ દેશ રિદ્ધિસમૃદ્ધિથી ભરપૂર છે. તેમાં ગંધસમૃદ્ધ નામનું શહેર હતું. I 425. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak T B