Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન | 42 સેવા ભક્તિમાં રહે છે. અને એક કલ્પરિસ્થત વાચનાચાર્ય થાય છે. ક્રિયા કરનારા જધન્યમાં એક ઉપવાસ, મધ્યમ તપમાં બે ઉપવાસ અને ઉત્કૃષ્ટ તપમાં અઠમ (ત્રણ ઉપવાસ) ઉનાળામાં કરે છે તે જ રીતે શિયાળામાં જધન્યમાં છે. મધ્યમમાં ત્રણ તથા ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ કરે છે તથા ચોમાસામાં જઘન્યમાં ત્રણ, મધ્યમમાં ચાર તથા ઉત્કૃષ્ટ તપમાં પાંચ ઉપવાસ અનુક્રમે કરે છે. પારણે આંબિલને તપ કરે છે. અન્ય પાંચ સાધુઓ નિરંતર આંબિલ તપ કરે છે. તે ક્રિયા પૂર્ણ થતાં સેવા કરવાવાળા ક્રિયામાં પ્રવેશ કરે છે. ક્રિયા કરવાવાળા તેઓની સેવા કરે છે. તેઓની ક્રિયા પૂર્ણ થતાં એક વાચનચાર્ય થાય છે. વાચનાચાર્ય ક્રિયા કરે તો છે. બીજાઓ સેવા કરે છે આ પ્રમાણે ક્રિયા, તપશ્ચરણ શ્રતનું અધ્યયન વિગેરે અપ્રમત્તપણે અઢાર હા માસપર્યત કરવામાં આવે છે. આ ચારિત્રને પરિહારવિશુદ્ધિ કહે છે. ચોથું સૂક્ષ્મસંપરાયચારિત્ર તે બે પ્રકારનું છે. વિશુદ્ધમાન અને સંકિલશ્યમાન ઉપશમ યા ક્ષપકશ્રેણિપર (વિશુદ્ધ પરિણામ વિશેષ) આરૂઢ થતાં વિશુદ્ધમાન સૂક્ષ્મસં૫રાય હોય છે. અને ઉપશમશ્રેણિથી પડતાં સંકિલશ્યમાન હોય છે. સર્વ કષાયને ઉપશમ કરતાં–વા ક્ષય કરતાં દશમે ગુણરસ્થાને સૂક્ષ્મ લોભને ઉદય હોય તે સિવાયના કષાયને ઉદય ન હોય તેવી વિશુદ્ધ સ્થિતિ અંતમુહૂર્ત પ્રમાણુ કાળની હોય છે. તેને સૂક્ષ્મસં૫રાયચારિત્ર કહે છે. પાંચમું યથાખ્યાતચારિત્ર તે બે પ્રકારે છે. (1) કષાયના ઉપશમવાળું તે અંતમુહૂર્ત રહે છે - Jun Gun Aaradhak Ac Gunratnasuri MS.