Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ H|E સુદર્શના } જાન લેનાર નાસ્તિકવાદી રાજા પણ આજે ગુરુના ઉત્તમ સમાગમથી ગુણવાન થયે તે નિરંતર અપૂર્વ જ્ઞાનમાં વધારો કરે છે. જ્ઞાનીઓને ઉપષ્ટભ (મદદ) આપે છે. દીન, અનાથ જીવન ઉદ્ધાર કરે છે. સાત ક્ષેત્રોમાં જરૂરીયાતવાળા પ્રસંગોમાં દ્રવ્ય ખરચે છે. પોતાના દેશમાં અમારી પડહ ફેરવે છે. ઊચિતતા પ્રમાણે શીયળ પાળે છે. યથાશક્તિ તપશ્ચરણ કરે છે. અને નાના પ્રકારના ઉત્તમ મરવાળી સદૂભાવનાઓ છે. આ પ્રમાણે નાસ્તિક સ્વભાવને પણ ધર્માત્મા 1. 215E બનેલો રાજા આત્મ-ઉજજવળતા કરવામાં આગળ વધતો જાય છે. એક વખત વનપાલકે, નરસુંદર રાજાને વધામણી આપી કે મહારાજા ! આપણા ઉધાનમાં શશીપ્રભાચાર્ય આવીને ઉતર્યા છે. વધામણી લાવનારને પ્રીતિદાન આપી, હર્ષાવેશથી પુલકિત અંગવાળો રાજા, ઘણા પરિવાર સાથે ગુરુને વંદન કરવા ગયે. ભક્તિથી નમસ્કાર કરી, રાજા પોતાને ઉચિત સ્થાનકે ગુરુસન્મુખ ધર્મશ્રવણ નિમિત્ત બેઠો. ગુરુશ્રીએ પણ ગંભીર સ્વરે ધર્મોપદેશ આપવો શરૂ કર્યો. આ સંસાર સમુદ્રના સરખે છે. તેમાં જન્મ, મરણરૂપ અગાધ પાણી ભર્યું છે. ઇર્ષા, દ્વેષ, મત્સરરૂપ અનેક મચ્છ, કચ્છપાદિ જલચર છ ઉછળી રહ્યા છે. ક્રોધરૂપ વડવાનળ અગ્નિની જવાળાઓ સળગી રહી છે. માનરૂપ દુર્ગમ પહાડે-મોટા ખડકે સમુદ્રના વચમાં આવી રહ્યાં છે. માયારૂપ વેલીઓના વિતાને (સમૂહ) જાળરૂપે પથરાઈ રહ્યા છે. ચારે બાજુ ઊંડા મૂળ ઘાલી લોભરૂપ પાતાળકળશાઓ વ્યાપી રહ્યા છે મેહરૂપ આવર્તી (ભમરીઓ–વમળો) પિતાના સપાટામાં PP Ac: Gunratnasuri M.S. love instagootector & |415 . E||Hastags Jun Gun Aaradhak Trust