Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના I414 [ { છે. તેમજ ધર્મશિક્ષા પણ વારંવાર લેવા ગ્ય છે. તેથી કંટાળા લાવવાનું નથી. હું તમને ફરી પણ કહું છું કે—માતા, પિતા, ધન, સ્વજન, બંધુવંગ અને સેવકોને સમુદાય તે તાવિક સુખ આપવાને સમર્થ નથી કે જે સુખ સમ્યકત્વમાં દઢ થવાથી મળે છે. નજર ફેરવતાં હજારો મુગટબંધ રાજાઓ હાથ જોડે છે. તેવું ચક્રવર્તિ પદ મેળવવું સુલભ છે પણ આ સમ્યકત્વ તેથી પણ વિશેષ દુર્લભ છે. મનમાં વિચાર કરવાની સાથે જ સમગ્ર ઈષ્ટ પદાર્થો આવીને હાજર થાય છે. એવું અમર દેવ ] પદ મેળવવું સુલભ છે તેવા અમરના સમુદાય જેના ચરણાવિદમાં નમે છે તેવું ઇંદ્રપદ મેળવવું તે પણ સુલભ છે પણ સખ્યત્વરત્ન મેળવવું તે દુર્લભ છે. ધન્ય પુરુષો જ આ સમ્યકત્વ પામે છે અને નિરતિચારપણે પાળનાર તેનાથી પણ વિશેષ ધન્યતમ છે. ઉપસર્ગ જેવા પ્રસંગે ધર્મમાં અડગ રહેનાર વીરપુરુષો જ હોય છે, માટે હે રાજન! કલ્પવૃક્ષ અને ચિંતામણિના માહાભ્યને હઠાવનાર આ સમ્યકત્વરત્નને પામીને તું પ્રમાદી ન થતાં, નિરંતર નિશ્ચલપણે તેનું પાલન કરજે, રાજાએ કહ્યું : ગુરુરાજ ! આપની આજ્ઞા મસ્તક પર ચડાવું છું. આ પ્રમાણે કહી ગુરુને નમસ્કાર કરી, પિતાને કૃતાર્થ માનતો મિત્રમંડળ સહિત રાજા શહેર તરફ પાછો ફર્યો. ગુરુરાજ પણ ત્યાંથી અન્ય સ્થળે વિહાર કરી ગયા. આ વાત તે નિર્વિવાદ છે કે, ઉત્તમ નિમિત્તોથી જીવો ગુણવાનું બને છે. હજારો જીને Ac Gunratrasuri M.S. I414 || Jun Gun Aaradhak Tu