Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના //413 કરવામાં મહાનું નિમિત્ત હોવાથી એ ત્રણે ઉપરના શ્રદ્ધાનને સમ્યકત્વ કહેવામાં આવે છે. નિશ્ચય સમ્યકત્વ તો કષાયની મંદ પરિણતિ અને કર્મોની ક્ષપશમતા થવી તે જ છે. એટલે દરજજે આત્મગુણ પ્રગટ થવો તે જ છે. તથાપિ તેમાં દેવ, ગુરુ, ધર્મનું આલંબન નિમિત્તકારણ છે તેવી જ રીતે જીવ, અછવાદિ નવ તત્વને સદૂહવાતે સમ્યકત્વ છે. તે પણ નિમિત્તકારણ છે. આ નવ તત્ત્વનું શ્રદ્ધાન કષાયાદિની પરિણતિ મંદ થતાં તેવી ગ્યતા આવતાં થઈ શકે છે. આતમ ગુણ અકષાયતા’ આ જ ધર્મ છે. અને એ જ આત્મગુણ છે. આ અકષાયત થવામાં તો વિચાર, તત્ત્વનું જ્ઞાન, તત્ત્વોનું શ્રદ્ધાન વિગેરે નિમિત્તો છે. હે રાજન ! જેના મનરૂપ આકાશમાં સમ્યકત્વનો સૂર્યોદય ફરી રહ્યો છે, તેઓની પાસે કુમતિ–ચા-મિથ્યાત્વરૂપ ઘુવડે બીલકુલ આવી શકતાં નથી. મિથ્યાત્વરૂપ પ્રબલ અગ્નિને બુઝાવવા માટે જેઓની પાસે સમ્યકત્વરૂપ જલધર (મેધ) છે, તેઓને આત્મશાંતિવાળું નિર્વાણપદ પામવું દુર્લભ નથી. આ પ્રમાણે ગુરુ તરફથી ઉત્તમ બધ સાંભળી રાજાએ સમ્યકત્વ સહિત ગૃહસ્થનાં વ્રત અંગીકાર કર્યા. રાજાને ધર્મમાં દઢ કરવા નિમિત્તે ગુરુશ્રીએ ફરી કહ્યું. રાજન્ ! તમને ખબર જ હશે કે-જ્યાં સુધી મૂલમાંથી વ્યાધિ ન જાય ત્યાં સુધી એકનું એક ઔષધ અનેકવાર લેવામાં આવે Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust ડી | 413