Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના TI 344 ll નહિ જાણતાં હોવાથી અનેક દુઃખમય ગતિઓમાં પરિભ્રમણ કરે છે, માટે ધર્મના અથી જીવોએ ધર્મના અંગ સરખા નિયમનો સ્વીકાર અવશ્ય કરવો જોઈએ. નિયમ વિનાનો અધર્મમાં પ્રવૃત્તિ કરનાર મનુષ્ય, પશુની ગણત્રીમાં ગણવો યોગ્ય છે. સુદર્શના ! જાતિ, રૂપ, બળ અને ઉત્તમ કુળાદિની સમૃદ્ધિવાળું તથા સમ્યકત્વ પ્રાપ્તિના કારણભૂત આ મનુષ્યપણું તમને પ્રાપ્ત થયું છે તે પણ નવકારમંત્રના પ્રભાવથી જ. નમસ્કાર મંત્ર દેવ, મનુષ્યના ઉત્તમ સુખનું પરમ કારણ છે, સંસાર સમુદ્રમાં ડૂબતા જીવોને વહાણ તુલ્ય છે, દુઃખીયાં, દુસ્થિત, વિપત્તિમાં સપડાયેલાં, ગ્રહ, નક્ષત્રથી પીડાતાં, પિશાચ, વેતાળાદિથી પ્રસાયેલાં, હાથી, સાંઢ, સિંહ, વરાહ, રીંછ અને સર્પાદિ ક્રૂર તથા ઝેરી પ્રાણિઓને પંજામાં સપડાયેલા મનુષ્યનું બચાવ કરનાર તથા રક્ષણ કરનાર આ નમસ્કાર મહામંત્ર છે. વળી બાલ્યાવસ્થામાં જ જાતિસ્મરણ જ્ઞાનથી તને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે તે જ્ઞાની પુરુષોના વચન ઉપર આદર યાને વિશ્વાસ રાખવાનું અર્થાત્ તેમના કહ્યા મુજબ (છેવટની સ્થિતિમાં) વર્તન કરવાનું જ ફળ છે. જે ગામને રસ્તે જવું હોય તે ગામના રસ્તાના જાણકાર પુરુષોને તે ગામનો રર-તા. અવશ્ય પૂછવો જોઈએ. અને તેના ઉપર શ્રદ્ધાન રાખવું જોઈએ. તેમ કરવાથી જ જે માગ શ્રદ્ધગમ્ય હોય તે અનુક્રમે પ્રયત્ન કરતાં અનુભવગમ્ય થાય છે. Ac, Gunratnasuri M.S. || 344 / Jun Gun Aaradhak