Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના 359o વખતમાં તે કુમારને જાતિર-મરણજ્ઞાન થયું. તે જ્ઞાનથી પાછળના અનેક ભવે તેણે દીઠાં. જાતિ સ્મૃતિ અને શ્રતજ્ઞાનના બળથી તેણે નિશ્ચય કર્યો કે આ પ્રથમ તીર્થકર છે. વ્રત ગ્રહણ કરી છદ્માવસ્થામાં વિહાર કરતા, મારા ભાગ્યોદયથી ભિક્ષાને અર્થે મારે ઘેર આવે છે. શ્રેયાંસકુમાર તરત જ મંદિરથી નીચે ઉતર્યો. પ્રભુજી પાસે જઈ ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પંચાંગ પ્રણિપાતથી વંદન કર્યું. ભક્તિની અધિકતાથી પોતાના કેશ કલાપવડે, કમરજને દૂર કરતો હોય તેમ પ્રભુના પાદ પ્રમાજિત કર્યા. આનંદાશ્રુથી પાદનું પ્રક્ષાલન કરતાં પોતાના અનેક ભવેનાં પાપ તેણે જોઈ નાંખ્યાં. પછી બેઠે થઈ પ્રભુના સન્મુખ દેવોની માફક અનિમેષ દષ્ટિએ દેખી હર્ષામૃતનું પાન કરવા લાગ્યો. અને ચિંતવવા લાગ્યો કે-પ્રભુને હમણુ હું શું આપું? એ અવસરે કેટલાક મનુષ્યો મેલડીના રસના ઘડા ભરી શ્રેયાંસકુમારને ભેટ આપવા આવ્યા હતા. તે ઘડે લઈ શ્રેયાંસકુમારે પ્રભુને તે લેવા માટે વિનંતી કરી. પ્રભુએ હાથ પહોળા કર્યા. શ્રેયાંસકુમાર તેમાં રસ રેડવા લાગ્યો. પ્રભુ કરપાત્રી હોવાથી હાથમાંથી રસબિંદુઓ નીચા ન પડતાં પ્રત્યુત શિખા વધતી હતી. આ પ્રમાણે બાર માસને અંતે શ્રેયાંસકુમારે સેલડીરસથી પ્રભુને પારણું કરાવ્યું. એ અવસરે દે ત્યાં આવ્યા. તેમણે સુગંધી પાણી, પુષ્પો અને દિવ્ય વસ્ત્રોની વૃષ્ટિ કરી ગંભીર અને મધુર દુંદુભીને નાદ કર્યો અને અહીં દાન વિગેરે શબ્દોની 18 ઉદ્દઘોષણા કરી તે સ્થળે સાડીબાર કરોડ સુવર્ણની વૃષ્ટિ વરસાવી. Jun Gun Aaradhak Tree || ૩પ૯ છે. Ac Gunratnasuri M.S