Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન // 394 I તરીકે નહિ પણ એક મહાપ્રભુ તરીકે અનુભવવા લાગ્યાં. તેઓ ચિંતવવા લાગ્યાં. અહા! આ જ મહાપ્રભુ લોકમાં મંગળ છે. તે જ ઉત્તમ છે, અનાથને નાથ તરીકે આ જ શરણ્ય છે. આ જ પરમાત્મા, પરમગુરુ અને પરમ તત્ત્વ છે. હા! હા! મારી કેટલી બધી અજ્ઞાનતા ! આવા મહાપ્રભુ અશરણશરણ્યને હું આજ પર્યત ન ઓળખી શકી. પામર જીવોની માફક કેવળ મેં તેમના ઉપર પુત્ર જેવો જ પ્રેમ કર્યો. આર્તધ્યાન કરી કર્મ બંધન જ કર્યો. આવા મહાન પ્રભુ ઉપર તારકબુદ્ધિને જ પ્રેમ હવે જોઈએ. અહા! તે પ્રભુ શું કહે છે? “મમત્વ દોષથી જ જીવ મેહનીય કર્મ બંધન કરી અપાર સંસારસમુદ્રમાં પરિભ્રમણ કરે છે” બાબર તે વાકય મને જ લાગુ પડે છે. મમત્વ ભાવથી મેં મહાનુ મેહનીય કર્મ બાંધ્યું છે. હવેથી તે પ્રભુ ઉપર પુત્રરાગ નહિં પણ તાર્યતારકભાવ રાખ ગ્ય છે. વળી તેઓ કહે છે. “સમ્યકત્વ સહિત જે જીવ સર્વ પદાર્થ ઉપરથી મમત્વ ભાવને ત્યાગ કરે તે અંતર્મહત્તમાં ભવપાશથી મુકાય છે? મારે પણ સંસાર કે કર્મબંધનથી મુકાવું છે, તો પ્રથમ સમ્યકત્વ આદરવું જોઈએ. સમ્યકત્વ એટલે શ્રદ્ધાન, કેન ઉપર શ્રદ્ધાન ? તે મહાપ્રભુનાં વચન ઉપર. તેના વચનો ઉપર તે મને શ્રદ્ધાન છે જ. તે જે કહે છે તે સત્ય જ છે. વ્યયવહાર માગમાં પણ તેણે લોકોને સુખી કર્યા છે અને પરમાર્થ માર્ગથી તાત્ત્વિક રીતે છોને સુખી કરવા નિમિત્તે તેમણે આ ઘોર કષ્ટ આદર્યું હતું. તેઓ પૂર્ણ જ્ઞાની થયા છે. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak 94 1