Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન | 30 || I 392 | કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ સમવસરણ બનાવ્યું. ભગવાન પૂર્વે સન્મુખ સમવસરણમાં બિરાજમાન થયા. ઉદ્યાનપાલકે ભરતરાજાને વધામણી આપી. ભરતરાજા ચતુરંગ સૈન્ય તૈયાર કરી, પદ્ધહસ્તી શણગારી, મરુદેવાજી પાસે આવ્યો અને આનંદથી કહેવા લાગ્યો–માતાજી ! પધારે. આપના પુત્રની ઋદ્ધિ હવે હું આપને બતાવું. તેઓને કેવળજ્ઞાન થયું છે. દેવોએ સમવસરણ રચ્યું છે. પુત્રદશનની વાતથી માને આનંદ થયે. જયકુંજર હાથી ઉપર બેસી માતાજી, પુત્ર દશનાથે ભારત સાથે સમવસરણ તરફ ચાલ્યાં. રસ્તામાં ભરતરાજા, જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંબંધી ત્રણ રત્નની સમજૂતી આપતો હતો. અનુક્રમે સમવસરણની નજીક આવી પહોંચ્યાં. ભરતે કહ્યું–અમ્મા! આ આકાશ તરફ નજર કરો. આ કિકીણીઓના મધુર શબ્દો સંભળાય છે તે જગતપ્રભુને નમસ્કાર કરવા આવતા દેવોનાં વિમાન સંબંધી છે. અમૃતથી પણ અધિક મીઠાશવાળે આ જે શબ્દ સંભળાય છે તે, જનગામી વાણી વડે ધર્મોપદેશ આપતા આપના પુત્રને છે. મરૂદેવાજી ધ્યાન આપી તે શબ્દ સાંભળવા લાગ્યા. એ અવસરે ભગવાન આ પ્રમાણે કહેતા હતા. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak T EE