Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ અગ્નિને બુઝાવવામાં નિરદ (મેઘ) સમાન છે. જડતારૂપ અંધકારને હઠાવવાને સૂર્ય સદશ છે. કલ્યાણરૂપ વૃક્ષને વૃદ્ધિ પમાડવામાં પાણીની નિક સમાન છે. અને મિથ્યાત્વરૂપ સર્પના સંહાર સુદના માટે ગરૂડ સમાન છે માટે અવશ્ય ધર્મ કરવું જ જોઈએ. 1 410 | અર્જુને કહ્યું : મિત્ર આગમનું સ્વરૂપ મેં જાણ્યું. ધૂર્તા પુરુષોએ કરેલાં કાવ્યો કાળાંતરે આગમરૂપ સિદ્ધાંતરૂપ ગણાય છે. આ જવાબ સાંભળી સુહંકરે વિચાર કર્યો કે, આ માણસ આગમ શ્રવણ કરવાને અયોગ્ય છે. તેની ઉપેક્ષા કરી સહકર, સધર્મ ગુરુ પાસે આવી ધર્મ શ્રવણ કરવા લાગે. ધર્મદેશનાથી છેવૈરાગ્ય પામી પુત્રને ગૃહને ભાર સોંપી ગુરુ પાસે તેણે ચારિત્ર લીધું. પ્રવ્રજ્યાનું પાલન કરી તે સદ્ગતિનું ભાજન થયો. આગમની હીલના કરવાથી અને ઘણું અશુભ કર્મ બાંધ્યું. ધર્મ સિવાયની અજ્ઞાનમય જિંદગીમાં સાર કર્તવ્ય કર્યા વિના અનેક પાપ ઉપાર્જન કરી, અજુન કાળાંતરે મરણ પામી એ જ ગામમાં બકરાપણે ઉત્પન્ન થયું. તેના પુત્રે જ તેને વેચાતો લીધો, અને વ્યવહારિક કાર્ય પ્રસંગે તેને મારવામાં આવ્યો. ત્યાં મહાનું દુઃખ અનુભવી મરીને કુંભારને ઘેર ગર્દભ ( ગધેડા પણે ઉત્પન્ન થયો. ત્યાં શીત, તાપ, સુધા, તૃષા આદિ નાના પ્રકારનાં દુઃખને અનુભવ કરતાં કેટલોક કાળ ગયો. એક દિવસે તેના પર વિશેષ ભાર લાદવામાં આવ્યો હતો. આ ભાર { 410 | Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak HD