Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદના a 388 સર્વને તેમણે અનેક કળામાં કુશળ કર્યા હતા. સ્ત્રીઓમાં જ્ઞાનને ફેલાવો કરવા માટે પોતાની પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરીને સ્ત્રીધર્મને યોગ્ય તમામ કળાઓમાં પ્રવીણ કરી. આ પ્રમાણે નીતિથી ભરપૂર વ્યવહારમામાં સ્થાપન કરી, આત્મજિદગી ઉચ્ચ રિસ્થતિમાં લાવવાની ઈચ્છાથી ભરતાદિ સો પુત્રને રાજ્ય વહેંચી આપી પોતે શ્રમણપણું (ત્યાગમાગ) અંગીકાર કર્યું. વ્યવહાર માગ ભલે સુખરૂપ થાઓ તથાપિ આત્માની ઉચ્ચસ્થિતિ માટે તે પરમાર્થ માર્ગની જરૂર છે જ. નીતિમાથી લોકો વ્યવહારમાગમાં સુખી થાય છે પણ આત્મભાવમાં તે સખી નથી જ. તેઓને જન્મ-મરણના ફેરાઓ કરવા પડે છે જ. સંગ-વિયોગ દુ:ખરૂપ અનુભવાય છે અને શારીરિક કે માનસિક પીડાઓ ત્રાસ આપે છે જ. આ સર્વ શાંતિ આત્માની ઉચ્ચદશામાં થાય છે. તે ઉચ્ચદશા વ્યવહારિક પ્રપંચથી અલગ થયા વિના સંભવતી નથી. વ્યવહારમાર્ગમાં લોકોને સુખી કર્યા-કે લોકે સુખી થયા, પણ તે થોડા વખતને માટે જે-તેથી કાંઈ નિરંતરનું સુખ તે નથી જ. આત્મજ્ઞાન તે જ સત્ય માર્ગ છે. ખરે પરમાર્થ તે જ છે. જન્મ મરણને શાંત કરનાર, આધિ-વ્યાધિઓને ફિટાડનાર અને નિરંતરની શાંતિ આપનાર તે સિવાય કોઈ અન્ય માર્ગ નથી. આ શાંતિ યા આત્મિક માર્ગ પોતે અનુભવ્યો હોય તે જ બીજાને અનુભવાવી શકાય Ac. Gunratnasuri M.S. | 388 it e Jun Gun Aaradhak True