Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના 1 389 છે. કહેવત છે કે “કૂવામાં હોય તો જ અવાડામાં આવે! પિતાને ઉચ્ચ ગતિમાં આવવા અને પારમાર્થિક કરુણાથી અન્યને તેવી સ્થિતિમાં લાવવા ષભદેવજીએ ગૃહસ્થાશ્રમને ત્યાગ કર્યો. ત્યાગી થઈ નિર્જન પ્રદેશમાં રહી આત્મધ્યાન કરવા લાગ્યા. વિવિધ પ્રકારે આત્મવિચારણા, ઇંદ્રિયસંયમ, મનેનિગ્રહ, શુદ્ધ યેયનું ધ્યાન અને તેમાં જ લીનતા વિગેરે આત્મસાધન કરતાં તેમને એક હજાર વર્ષ વ્યતીત થયાં. આત્મિકચર્યામાં રહેતા, દુષ્કર તપ કરતા, શરીરથી નિરપેક્ષ બની ઘોર પરિષહ સહન કરતા, જગતું પ્રભુને દેખી, સરલ સ્વભાવવાળી પણ પુત્રપ્રેમથી ગાઢ બંધાયેલી સ્નેહાળ માતા (મરુદેવાજી) ઘણો ખેદ કરવા લાગી તે ચોધાર આંસુએ રડવા લાગી. અરે ! મારો પુત્ર ઈતર સામાન્ય લોકની માફક નિરંતર તાપ, શરદી, ક્ષુધા, તૃષાદિકનાં દુઃખને અનુભવ કરે છે તે જંગલમાં એકલો ફરે છે. કેઈની સાથે બેલ નથી થડે પણ વખત સૂતો નથી. વિવિધ પ્રકારનાં આસને બેસી રાત્રિ-દિવસ કાંઈક વિચાર કરતો રહે છે. રસ્તે ચાલતાં તે થાકી જતો હશે પણ વાહન ઉપર બેસતા નથી. ગ્રીષ્મ ઋતુના પ્રખર તાપમાં પણ તે શીતળ જળમાં સ્નાન કરતો નથી. પગમાં તે કાંઈ પહેરતો નથી. કાંટા અને કાંકરાવાળા માગે પણ તે ખુલ્લે પગે ફરે છે. ત્રણ જગતને પૂજનીક, જગતમાં અગ્રગણ્ય મારા પુત્રને હું કયારે દેખીશ ? | ઇત્યાદિ તેનાં દુ:ખોને યાદ કરી, રૂદન કરતી અને ઝૂરતી પુત્રવિયોગી માતા, નવા Jun Gun Aaradhak I 389 . P.P.Ac. Gunratnasuri MS