Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન | 364 ચંડાળ અને સ્વેચ્છાદિ નીચ જાતિઓમાં અનેક મનુષ્ય ઉત્પન્ન થાય છે. લોકો તેને તિરસ્કાર કરે છે. છીછીકાર કરે છે. સ્પર્શ કરતા નથી. આ લોકો પોતાના થતા પરાભવનું કેટલું બધું દુખ સહન કરે છે? તને તે માંહીલું દુઃખ ક્યાં છે? મૂર્ખ, કાણા, કઢીઆ, મૂંગા, આંધળા, બહેરા, હંઠા, હાથ પગ નાસિકાદિ અંગ છેદાયેલા મનુષ્ય અહીં જ નરક સરખું દુઃખ અનુભવે છે. પ્રબળ પાપકર્મના ઉદયવાળા, જીવોને, તેનામાં દોષ ન હોય છતાં ખોટા દેષને આરોપ મૂકી, રાજપુરુષો તેને કારાગૃહબંદીખાનામાં નાખે છે. તેઓ વધ, બંધન, છેદન, ભેદન, ઉલંબન આદિ વિવિધ પ્રકારની દુ:સહ વિડંબના સહન કરે છે. ઈષ્ટ વસ્તુના વિગવાળા, અનિષ્ટ વસ્તુના સંગવાળા અને દાસત્વાદિ દુ:ખથી પીડાયેલા અને તેથી જ કંટાળેલા કેટલાએક મનુષ્ય જળ, અગ્નિ, તથા વિષ, શસ્ત્રાદિકથી પોતાને ઘાત કરે છે. ઈત્યાદિ તપાસ કરતાં કે વિચાર કરતાં તારાથી વિશેષ દુ:ખવાળા સંખ્યાબંધ જીવો નજરે પડે છે. તેમ છતાં નિર્નામિકા ! તું તારા એકલાં આત્માને જ દુ:ખી કેમ માને છે ? જો તારે સુખી થવાની જ ઇચછા હોય તો તું ધર્મ કર. ધર્મના પસાયથી આ ભવ અને પરભવ એમ બને ભવ તારા સુખરૂપ થશે. આવા શારીરિક કે માનસિક દુ:ખનું ભાજન ફરી તું નહિ થઈશ. પિતાની શંકાનું સમાધાન કરનાર ગુરુરાજનાં વચને સાંભળી હર્ષ પામેલી A Gunratnasun M.S. Jun Gun Aaradhak I 364 /