Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના 1380 | થઈ આઠ કષાય નપુંસકવેદ સ્ત્રી વેદ હાસ્ય આદિ છ પ્રકૃતિ, પુરુષવેદ અને સંજવલન ક્રોધાદિ ખપાવે. તેમજ જ્ઞાનાવરણીય, દશનાવરણીય, અંતરાય કર્મની પ્રકૃતિઓને ખપાવી (ઘાતકમને ખપાવી) કેવળજ્ઞાન ઉત્પન્ન કરે. આ ક્ષાયિક સમ્યકૃત્વ (વિશુદ્ધ પરિણામવાળી સ્થિતિ આવ્યા પછી પાછું જતું નથી. ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિથી છેવટની સ્થિતિ પયતના ગુણ અનુક્રમે પ્રકટ થાય છે. ક્ષપશમ સમ્યકત્વ ઉદય આવેલ મેહનીય કર્મસંબંધી મિથ્યાત્વ પ્રકૃતિને વેદીને થાય કરે અને ઉદય નહિ આવેલી મિથ્યાત્વ પ્રકૃતિને પરિણામની વિશુદ્ધિથી ઉપશમ કરવો તે, (મિશ્રભાવને પામેલું અને વર્તમાન કાળે વેદાતું) ક્ષપશમ સમ્યક્ત્વ કહેવાય છે. આ સમ્યકૃત્વમાં એટલો ગુણ રહેલો છે યા એવી શુદ્ધતા રહેલી છે કે જે આ સમ્યકત્વ પ્રાપ્તિ પહેલાં આવતા જન્મનું આયુષ્ય ન બાંધ્યું હોય અને તે સખ્યત્વે આ ભવ માટે કાયમ ટકી રહે તે વિમાનિક દેવ સિવાય બીજી ગતિમાં છે, તે ભવમાંથી ન જાય. આ શુદ્ધતા સામાન્ય - રીતે ટકી રહેતો એકી સાથે છાસઠ સાગરોપમ (આમાં ઘણો લાંબા વખતનો સમાવેશ થાય છે) સુધી ટકી રહે છે. ઓછામાં ઓછો વખત અંતમુહર્ત જેટલો છે. આ સમ્યકત્વમાં પણ કષાયની મંદતા અને પરિમાણુની વિશુદ્ધતાની તો જરૂર છે જ, | 38 || Ac Gunratnasur M.S. Jun Gun Aaradhak Tu