Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના 348 II કૃતાર્થ થવાનું નથી, પણ તેનો સદ્ઉપયોગ કરવાથી જ તે જ્ઞાન-પ્રાપ્તિની સફલતા છે. દરેક વસ્તુની પ્રાય: કાળી અને ધોળી એમ બે બાજુ હોય છે. એટલે કાળી બાજુ તરફ ન ઢળતાં ધોળી બાજુ તરફ વળવું તે જ્ઞાનનું લક્ષણ છે. આંખ જેવાનું કામ કરશે જ, કાન સાંભળવાનું કામ કરશે, જીભ સ્વાદ લેવાનું, નાક સૂધવાનું, સ્પર્શ ઇદ્રિય સ્પર્શ પર જવાનું અને મન વિચાર કરવાનું કામ કરવાના જ તથાપિ કર્મબંધન નીકાળી સત્ય જ્ઞાન ધરાવનાર વિવેકી મનુષ્ય, પ્રયત્નથી તેનો સારે ઉપયોગ પણ કરી શકે છે. વસ્તુ તેની તે જ હોય છે, તથાપિ તેના ઉપયોગ કરનારની યોગ્યતા યાને લાયકાતના પ્રમાણમાં તે ફાયદો કે ગેરકાયદે આપે છે. તરવાર પાસે રાખવાથી અને તેને યોગ્ય રીતે વાપરી જાણવાથી તેનાથી પિતાને બચાવ થાય છે, અને તેને ગ્ય રીતે વાપરી ન જાણવાથી પિતાને પ્રાણ પણ તેનાથી જાય છે. આ જ રીતે મતિજ્ઞાનનો સદૂઉપયોગ કરનાર કર્મ બંધનથી મુકાય છે ત્યારે તે જ્ઞાનનો દુરુપયોગ કરનાર કર્મથી બંધાય છે. આ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન વિના એકલું હોતું નથી કેઈ અપેક્ષાએ તે કાર્ય કારણ ભાવરૂપે છે તથાપિ બને સહચારી સાથે રહેનાર છે. શ્રુતજ્ઞાન સાંભળવાથી કે ભણવાથી જે જ્ઞાન થાય છે તે શ્રુત જ્ઞાન છે. સાપેક્ષ વૃત્તિએ તેના ચૌદ ભેદ છે. અક્ષરકૃત-કકરાદિ વ્યંજન આદિથી થતું જ્ઞાન. AC Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tu { . 388