Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના iii 356I - આ પાંચ જ્ઞાનમાં શ્રુતજ્ઞાન, સ્વ–પર ઉપકારી છે. બીજા ચાર જ્ઞાન મૂંગા પ્રાણી જેવાં છે. અને શ્રુતજ્ઞાન બોલતા મનુષ્ય જેવું છે. કેવળજ્ઞાની તીર્થંકર પણ શ્રુતજ્ઞાન રૂ૫ શબ્દોથી બોલીને જ અન્યને ઉપદેશ આપી ઉપકાર કરે છે. કેટલાક કેવળજ્ઞાનીઓ છતાં-ઉપદેશ આપવાને ઉદયકાળ નહિ હોવાથી જાણવા છતાં બીજાને ઉપદેશ આપી ઉપકાર કરી શકતા નથી માટે શ્રુતજ્ઞાન પરમ ઉપકારી છે. સમળી જેવા તિર્યંચના ભવમાંથી તારો ઉદ્ધાર કરનાર પણ શ્રુતજ્ઞાન છે. આ શ્રુતજ્ઞાનનું વારંવાર રટણ કરવું જોઈએ. ગુરુના ઉપદેશક વચનનું સ્મરણ રાખી, બનતા પ્રયત્ન તે પ્રમાણે વર્તન કરવું જોઈએ. શ્રુતજ્ઞાનનું વારંવાર રટણ કરવાના અનેક ભવના અભ્યાસથી, શ્રેયાંસકુમારે જાતિસ્મરણ પામી, ગુના અભાવવાળા વખતમાં અનેક જીવોને ધર્મને–દાનનો– રસ્તો બતાવ્યું હતું. શ્રેયાંસકુમાર આ ભરતભૂમિ ઉપર યુગલિક ધર્મની સમાપ્તિ થતાં, પ્રથમ રાજ્યકર્તા તરીકે ઋષભદેવજી થયા હતા. તે વખતના મનુષ્યોને આંતરિક કણાથી નીતિમાગથી ભરપૂર વ્યવહાર માર્ગ બતાવી, આત્મિક માર્ગ બતાવવા માટે, પાછળની અવસ્થામાં, ર–પર હિતકારી ચારિત્ર માગ તેમણે અંગીકાર કર્યો હતો. " મૌનવ્રત ધારણ કરી, શરીરથી પણ નિરપેક્ષ બની, નાના પ્રકારના પરીષહોને સહન Ac. Gunratnasur M.S. dun Gun Aaradhak / 356 il