Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના 352 . પ્રશરત અધ્યવસાયને લીધે, અગ્નિમાં નાંખેલા ઇંધનની માફક પૂર્ણરિસ્થતિપર્યત જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું રહે તે વર્ધમાન. 3 વિશુદ્ધ પરિણામની અધિકતાથી પ્રથમ વિશેષ જ્ઞાન ઉત્પન્ન થાય અને પછી તથાવિધ ઉત્તમ સામગ્રીના અભાવે પરિણામની હાનિથી હળવે હળવે ઓછું થતું જાય તે હીયમાન અવધિજ્ઞાન. 4 ઉત્પન્ન થયેલું જ્ઞાન પરિણામની મલિનતાથી એકીસાથે, સર્વથા ચાલ્યું જાય તે પ્રતિપાતિ અવધિજ્ઞાન. 5 ઉત્પન્ન થયેલું જ્ઞાન પૂર્ણરિસ્થતિ મેળવી આપ્યા વિનાનું પાછું ન જાય તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન. 6 આ સિવાય પરિણામની અને પ્રાપ્તિની તારતમ્યતાને લઈ અવધિજ્ઞાનના અસંખ્યાતા ભેદ થઈ શકે છે. દેવ, નારકીઓને આ જ્ઞાનની મર્યાદા વધારામાં વધારે તેત્રીશ સાગરોપમની છે. ઓછામાં ઓછી દસ હજાર વર્ષની છે. મનુષ્ય, તિર્યને આશ્રયી અનિયમિત સ્થિતિ છે. દેવ, નારકીઓને તેમના આયુષ્યપર્યત આ જ્ઞાન બન્યું રહે છે. મનુષ્યાદિ માટે અનિયમિત છે. સમ્યગુદષ્ટિ વિનાના કેટલાક જીવને આ ત્રણ જ્ઞાન કર્મની ક્ષપશમતાથી થાય છે. (પરિણામની વિચિત્ર સ્થિતિ છે) પણ તે મિથ્યા જ્ઞાન યાને વિભંગ જ્ઞાન કહેવાય છે. ઇંદ્રિયની અપેક્ષા વિના તેઓ રૂપી પદાર્થો, દૂરના કે નજીકના જોઈ શકે છે. તથાપિ યથાર્થ રીતે, નિર્દોષ ૩૫ર | Jun Gun Asnadnak