Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદના h ૩૪ર પ્રકરણ 31 મું સદ્દબોધ અને જ્ઞાનરત્ન પવિત્ર ગુરુરાજનાં દર્શન થતાં જ સુદર્શનાના રોમરોમ ઉલ્લાસ પામ્યા. હર્ષાશ્રુથી ભીંજાતાં નેત્રે બહુમાન અને આદરપૂર્વક ગુરુરાજ નીહાળી, જાનુ પૃથ્વી પર સ્થાપના કરી, હાથ મસ્તક પર નાંખી, મસ્તકથી ભૂમિતળ સ્પશી પંચાંગ પ્રણામપૂર્વક ગુરુશ્રીને નમસ્કાર કર્યો. પરિવાર સહિત ત્રણ પ્રદક્ષિણા ગુરૂને કરી સુદર્શના તે મહામુનિની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગી. હે ભગવાન્ ! ચાતુર્ગતિક સંસારપરિભ્રમણથી ભય પામતા અશરણુ જીવોને તમે શરણાગતવત્સલ છો. આપનો પ્રસાદથી જી કલ્યાણના પરમ નિધાનને પામે છે. આપ જગતુ જીવાના નિષ્કારણ બંધુ છો. ભવદુઃખહર્તા ! આપના દર્શનથી જીવો જિનેશ્વરની આજ્ઞારૂપ શ્રદ્ધાન પામે છે, આપનાં દર્શનરૂપ અમૃતરસથી મારાં નેત્રો આજે સીંચાયાં છે, તેથી મારો જન્મ અને જીવિતવ્ય કૃતાર્થ થયું છે. ઇત્યાદિ ગંભીર સ્વરે સુદર્શના ગુરુરાજની સ્તવના કરતી હતી. એ અવસરે આચાર્ય Ac. Gunratnasuri MS Jun Gun Aaradhak / ૩૪ર