Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન ને 340 || મહાત્માઓ જ કર્મસંઘાત દૂર કરી શકે છે વિષયાભિલાષનો દારૂણ વિપાક આ મહાપુરુષોએ જ જાણ્યો છે. ઉપશમભાવના જલપ્રવાહથી ક્રોધાગ્નિ આ મહાનુભવોએ જ બુઝાવ્યું છેસંસારરૂપ વિકટ ઝાડીવાળી અટવીને બાળવાને તેઓ જ દાવાનળ સરખા છે. કર્મ સંતાનનું નિમંથન આમણે જ કર્યું છે. અહા ! આ કાર્ય પાછળ શરીરબળ પણ તેમણે શોષાવ્યું છે. તેઓ શરીરે દુર્બળ છતાં. મોહ વૃક્ષનું ઉમૂલન કરવાને ગાઁદ્ર તુલ્ય પ્રૌઢ વિચારવાનું છે. સમગ્ર જંતુસંતાનનું પાલન કરવાને જેઓનું અંત:કરણ કરુણામય થઈ રહ્યું છે, છતાં કંદર્પરૂપ હસ્તીના કુંભથળ વિદારણ કરવાને સિંહસમાન પરાક્રમવાળા છે. મન, વચન, શરીરના યોગોનો નિરોધ કરવાવાળા છે, તથાપિ સંસારતાપથી તપેલા પ્રાણિગણોને, ધર્મદેશના આપી, શાંત કરવા માટે તે યોગનો સદ્દઉપયોગ કરે છે. ઉલ્લંગ પધરવાળી યુવતિઓનો તેમણે ત્યાગ કરેલો છે તથાપિ તપ-લક્ષ્મી (સ્ત્રી) મેળવવાની તેઓ ગાઢ ઈચ્છાવાળા જણાય છે. અનેક રાજા, મહારાજાઓ, દેવ, દાનવો આ મહાત્માઓને નમસ્કાર કરે છે તથાપિ ઉત્કર્ષ–ગર્વ ન કરતાં સર્વ જીવને તેઓ પોતાની માફક ગણે છે. આ મુનિઓએ કામને જીત્યો છે તથાપિ મોક્ષવધુમાં તે વિશેષ રસ્પૃહાવાળા જણાય છે. કેમકે આત્મિક પ્રયતથી સાધ્ય નિર્વાણુ માટે તેઓ નિરંતર પ્રયત્ન કરતા હોય તેમ જણાય છે. તેમણે સર્વ સંગનો ત્યાગ કર્યો છે તથાપિ ચારિત્રધનનો તેઓ સંગ્રહ કરતા જ રહે છે. કુળ, બળ, રૂપ, શ્રત, તપ, લાભ, ઐશ્વર્યા અને જ્ઞાનવાળા પોતે છે તથાપિ | 30 || Ac Gunratnasuri M:S Jun Gun Aaradhak The