Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદના d338 || છે. હું પણ એક વખત આ અજ્ઞાની પંખીઓની જાતિમાં આ વડવૃક્ષ ઉપર રહેતી હતી ઇત્યાદિ વિચાર કરતી સુદર્શન આગળ ચાલી. થોડે છેટે જતાં જ સાધુઓને ઉતરવાનું–રહેવાનું રસ્થાન તેના દેખવામાં આવ્યું. આ ઠેકાણે તે સમળીનું મરણ થયું હતું. તે સ્થાન દેખતા તેના વૈિરાગ્યમાં વધારો થયો ત્યાંથી થોડે આગળ ચાલતાં પોતાના યોગ્ય સ્થાને બેઠેલા અનેક મુનિઓ તેણીના દેખવામાં આવ્યા. કેટલાક મુનિઓ વીરાસન, પદ્માસન, નિદિધ્યાસન, ગોદેહિકાસન, ઉત્કટિકાસન, દંડાસન, વાસન વિગેરે આસને બેસી ધ્યાન કરી રહ્યા હતા. કેટલાક મુનિઓ ઊભા ઊભા કાત્સગ કરતા હતા. કેટલાએક આતાપના લેતા હતા. કેટલાક મુનિઓ નિકાચિત દુર્જય કમશત્રુઓને-હઠાવવા માટે છઠ્ઠ, અઠ્ઠમ, દસમ, દુવાલસ, અર્ધમાસ અને માસક્ષપણાદિ તપ કરી બેઠા હતા. કેટલાક મુનિઓ ગુરુ પાસે સિદ્ધાંતની વાચના લેતા હતા. કોઈ સંશયવાળાં સ્થળાની શંકા પૂછતા હતા. કઈ ભૂલી ન જવાય માટે વારંવાર શ્રતનું પરાવર્તાન-ગણવાનું કરતા હતા. કેટલાએક મુનિઓ અંતરંગ શત્રુઓ જે કામ, ક્રોધ, માન, માયા, લોભ, નિદ્રા, વિકથા, મેહ અને ઇંદ્રિયાદિના વિજય કરવાના વિચારમાં લીન થયેલા જણાતા હતા. કેટલાક અસંયમ ક્રિયાથી બચવાના ઉપાય શોધતા હતા. તો કોઈ રાગ-દ્વેષને વિજય કરવા ઉપાય બીજા મુનિઓને પૂછતા હતા. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak 5 | 338 |