Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદના 5 34ti Rii તેના મદ ઉપર તે ગજેન્દ્ર પ્રત્યે કેશરીસિંહની માફક ગરવ કરતાં તૂટી પડે છે. સાધુઓને નમન કરી સુદશના આગળ ચાલી તેવામાં સ્વભાવથી જ વૈરભાવને ધારણ કરનાર પ્રાણીઓ, વેરભાવને ત્યાગ કરી એક સાથે શાંતપણે બેઠેલાં તેના દેખવામાં આવ્યાં. તેને દેખી રાજકુમારી મનમાં વિચારવા લાગી, અહા ! આવા તપસ્વીઓ ! જેઓને તૃણુ અને મણિ પથ્થર અને સેનું સુખ અને દુઃખ એ સર્વ ઉપર સમદષ્ટિ છે. આ સમભાવના પ્રભાવથી જ રસ્વાભાવિક વૈરવિધવાળાં પ્રાણીઓ પિતાને વેરભાવ મૂકી દે છે. કેટલો બધો સમભાવનો પ્રભાવ આત્માની કેટલી અજાયબીવાળી શક્તિ ! અહા આજે જ મારો જન્મ પવિત્ર થયો. હું આજે જ કૃતાર્થ થઈ મારા જીવનમાં આજનો દિવસ કાયમને માટે યાદગાર રહેશે. ઈત્યાદિ વિચાર કરતી સુદર્શન થોડેક દૂર ગઈ. આગળ જઈને જુવે છે તો દેવગણથી ઘેરાયેલો (વીંટાયેલો) જાણે ઈંદ્ર જ હોય નહિ, અથવા તારાગણથી પરિવરેલો ચંદ્ર જ હોય નહિ અથવા રાજવૃદથી ઘેરાયેલો ચક્રવર્તિ જ હોય નહિં તેવા અનેક મુનિ-વૃષભથી અને જન-સમુદાયથી વિંટાએલા ધર્મોપદેશ આપતા જ્ઞાનભૂષણ નામના આચાર્ય મહારાજ સદર્શનાના દેખવામાં આવ્યાં. | 34 P.PAC Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust