Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના 337 | સમળી હતી, પણ નવકારમંત્રના પ્રતાપથી તે રાજકુમારી થઈ છે અને આટલી બધી ઋદ્ધિ પામી છે. રાજકુમારીને દેખી તેના ચરિત્રથી અનેક બોધ પામતા હતા. નવકાર મંત્રને મહિમા પ્રગટ થતા હતા. મુનિઓ પરમ ઉપકારી છે તેનું ભાન અનેક જીવોને થતું હતું. વિચારવાનું છો આવા પ્રત્યક્ષ દાખલાથી મિથ્યાત્વ સ્વભાવને બદલાવતા હતા. ઉન્માર્ગે ચાલનારા આ કુમારીના દષ્ટાંતથી સન્માર્ગે ચાલવાનો નિર્ણય કરતા હતા. ધમષ્ઠ મનુષ્ય ધર્મનું માહાત્મ્ય દેખી ધર્મમાર્ગમાં વિશેષ પ્રયત્નવાનું થતા હતા. આ પ્રમાણે અનેક જીવોને નિમિત્તકારણ થઈ આંતરિક ઉપકાર કરતી સુદર્શના પૂર્વજન્મમાં દીઠેલા ઉદ્યાન તરફ ચાલી. રાજા પ્રમુખ સર્વ પરિવાર સાથે જ હતા. કેટર નામનું ઉદ્યાન નર્મદા નદીના કિનારા પર આવેલું હતું. ઉદ્યાનમાં પહોંચતાં એક મજબૂત વડવૃક્ષ સુદનાના દેખવામાં આવ્યો. આ વડવૃક્ષ અનેક પંખીઓની નિવાસભૂમિ સમાન હતા. તેની જડ જમીનમાં ઘણી ઊંડી ગયેલી હતી, અનેક શાખા પ્રશાખાઓ, ઘટાદાર પત્ર, વિસ્તારવાળો ઘેરાવો અને ધાટી છાયાથી સુંદર દેખાવ સાથે અનેક જીવોને તે ઉપકારી હતે. પૂર્વે સમળીના ભાવમાં સુદર્શના આ વૃક્ષ પર રહેતી હતી તે વૃક્ષને દેખી લાંબો છે નિસાસો મૂકી સુદર્શના ચિતવવા લાગી અહા! કે દુરંત સંસાર? અજ્ઞાનદશામાં બાંધેલ કર્મથી, નાના પ્રકારનાં શરીર ધારણ કરી, સંસારી જીવો મારી માફક પરિભ્રમણ કર્યા જ કરે છે |૩૩છા