Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના I 319 વખતે હાથ આવ્યું છે તો હવે પ્રમાદ કરી તે રત્નને ગુમાવીશ નહિ. ગુણરૂપ મણિની ઉત્પત્તિમાં રેહણાચળ સમાન પ્રમાદરૂપ ગહનવન ભાંગવામાં કરીંદ્ર તુલ્ય, અને નિર્વાણ ફળ માટે ઉત્તમ વૃક્ષ સમાન આ દુનિયામાં સદૂગુરુને સમાગમ ભાગ્યે જ મળી શકે છે તે મેળવ્યા છતાં હે જીવ! હવે તું પ્રમાદી ન થા. ઈત્યાદિ ભાવનાના વિચારોથી, નિરંતર સંવેગમાં વૃદ્ધિ પામતો નરવિક્રમ રાજા, વિશુદ્ધ ગૃહસ્થ ધર્મને સુસમાધિએ પાલન કરતો હતો. આ તરફ નદીના કિનારા ઉપર રહેલ બંને કુમારોની શી સ્થિતિ થઈ તે તરફ નજર કરીએ. નદીનાં પાણી ધીમે ધીમે ઉતરી ગયાં. એક કુમાર આ કિનારે અને બીજે કુમાર સામે કિનારે ઊભો હતો. માતાની ગવેષણા કરતાં પિતાને વિયેગ થયે. આ બાળકમારના દુ:ખનો પાર ન રહ્યો. તેઓ ગમે તેમ રડે અત્યારે તેને છાનું રાખનાર કોણ હતું ? તેને ખાવાનું આપનાર કે પાલન કરનાર કોણ રહ્યું ? તેનાં ભાવી કમ સિવાય કંઈ જ નહિ. ગમે તેવી વિષમ દશામાં પણ જીનાં ભાગ્ય સાથે જ હોય છે. દરેક જીવને તેનો જ આધાર છે બીજા છો કે મા, બાપ વિગેરે નિમિત્ત માત્ર છે. જન્મતાં જ મરણ પામેલ માતા, પિતાવાળા બાળકનું કેણ રક્ષણ કરે છે? કમ જ. તેમ જ મહાનું રાજ્યારૂઢ પદમાંથી નીચે Ac Gunratnasuri M.S. I 319 II Jun Gun Aaradhak