Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના ૩ર૪ ll બાલવા પરથી જ પડી ! હા! હા ! લાભાં મનુષ્ય કેવી જાળમાં ફસાય છે ? તેના પર કેવી વિપત્તિ આવે છે? ખરે, થયું તે ખરું પણ હવે મારે કેવી રીતે મારા શિયળનું રક્ષણ કરવું ? આ વિચારમાં તેણી થોડે વખત શૂન્ય થઈ ઊભી રહી. કેટલોક વખત જવા બાદ પ્રબળ વિચારયાને દઢ સંકલ્પ કરી તેણી એકદમ મોટે સ્વરે બોલી ઊઠી. " આજ પર્યત મારું શિયળ નિર્મળ યાને દઢ હોય તે હે દેવ ! અગર દાનવ ! સત્યને મદદ કરનારા પવિત્ર આત્માઓ! મને શિયળ પાળવામાં અવશ્ય મદદ આપે. હમણાં જ મદદ આપ. સત્યને આધારે જ પૃથ્વી ટકી રહી છે. મને હમણા જ મદદ મળવી જોઈએ.” આ પ્રમાણે એક ધ્યાને અને પવિત્ર હૃદયે શીળવતીનું બેસવું પૂર્ણ થતાં જ સમુદ્રાધિષ્ટાતા દેવી પ્રગટ થઈ દેહલને કહેવા લાગી. ઓ મૂઢ ! દુરાચારી ! આ શીળવતીને બહેન સમાન ગણી, તેના પતિને પાછી સોંપીશ તો જ તારું જીવિતવ્ય છે, નહિંતર યાદ રાખ, હમણાં જ તારું બલિદાન કરી નાખું છું. આ પ્રમાણે આકાશમાંથી આવતાં દેવીનાં વાકયો સાંભળતાં જ, ભયબ્રાંત થયેલો દેહલ–પિતાના પ્રાણ બચાવવા માટે શાળવતિના ચરણમાં નમી પડયો. તરત જ તેણીને બહેનપણે અંગીકાર કરી, દેવીનું વચન માન્ય કર્યું. તે દિવસથી શીળવતીને બહેન સમાન ગણી, ભોજન આચ્છાદનાદિકની ચિંતા યાને Ac.-Gunratrasuri M.S. Jun Gun Aaradhak Tre I 324 ||