Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ અદના || 325 ખબર રાખવા લાગ્યો, દેહલ અનુક્રમે સમુદ્રમાગે પિતાને ઇચ્છિત બંદરે પહોંચ્યો, ત્યાંથી વેપારમાં ઘણું દ્રવ્ય ઉપાર્જન કરી પાછો ફર્યો. વહાણો પોતાના દેશ તરફ હંકાર્યો પણ પવન પ્રતિકૂળ થતાં તે વહાણો જયવર્ધનપુરના બંદરે આવી પહોંચ્યાં. | વહાણો ઊભા રાખી, મોટું ભેટયું લઈ, શ્રેષ્ઠિ દેહલ રાજાને જઈ મળ્યો. રાજાએ પણ તેનું વિશેષ પ્રકારે ગૌરવ કર્યું. દ્વીપાંતરમાં બનેલી દીઠેલી અને સાંભળેલી વિગેરે વાર્તાલાપમાં, રાજા તે શ્રેષ્ટિ સાથે એટલો બધો આસક્ત થયું હતું કે, રાત્રિને એક પહોર વ્યતીત થઈ ગયે. છેવટે દેહલે રાજાને કહ્યું : સ્વામિન્ મારા વહાણમાં દ્રવ્ય ઘણું છે, માલિક સિવાય દ્રવ્યરક્ષણની ગરજ બીજાને તેટલી ન હોય તે સ્વાભાવિક છે માટે મને રજા આપ. હું પ્રભાતે પાછો આપની પાસે આવીશ. ભવિતવ્યતાના નિયોગથી રાજાએ સ્વાભાવિક શ્રેષ્ઠિને કહ્યું : તમે ચિંતા ન કરો. હું મારા પ્રતીતિવાળા માણસને તેનું રક્ષણ કરવા મોકલું છું. અને તમે તે રાત્રિએ અહીં જ રહે. રાજના આગ્રહથી શ્રેષ્ઠિાએ તેમ કબૂલ કર્યું. એટલે રાજાએ પોતાની પ્રતીતિવાળા માણસોને વહાણના રક્ષણ માટે મોકલ્યા. અનુકૂળ કર્મના કારણથી સમુદ્રમાં રહેલાં મોટાં વહાણો 3. I a5 / જોવાની ઈચ્છા રાજકુમારોને થઈ કુમારોએ હઠ લીધી કે-પિતાજી ! તે વહાણો જેવા જવા અમને આજ્ઞા આપે. કુમારોના આગ્રહથી પોતાના માણસો સાથે બન્ને કુમારોને ત્યાં જવા આજ્ઞા આપી. Jun Gun Aaradhak Trust નવા P.P. Ac. Gunratnasuri MS