Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના ને 323 સ્વસ્થ થા. મારા કહેવાને પરમાર્થ તું અવધારણ કર. હું તારો સેવક છું અને હું જ તારું રક્ષણ કરનાર છું. તું મારા પર પ્રસન્ન થા. આ સર્વ મિલ્કતની માલિકિણી તું જ થવાની છે. વિખવાદ નહિ કર. તારા આત્માને સમાધિમાં સ્થાપ. કામ અગ્નિથી હું બળી રહ્યો છું, તેને તારા સમાગમથી તું શાંત કર. હે મૃગાક્ષી! મારા પર કરુણા કરીને પણ આ મારી વિજ્ઞપ્તિ તું માન્ય કર. આ શબ્દો સાંભળતાં જ અબળા પણ સિંહણની માફક રૌદ્રસ્વરૂપ ધારણ કરી. ભયંકર ભ્રકુટી ચડાવી, ક્રોધથી લાલ નેત્ર કરી, અધરને ફરાવતી કઠોર શબ્દોથી શીળવતી બોલવા લાગી; અરે નિર્ધમ ! નિર્ધારણ? કલીબ, નરાધમ, નિર્વિવેકી, નફટ, નિર્લજજ, નિર્ભાગ્યશેખર ! તું મારી દષ્ટિથી દૂર થા. અરે, અજ્ઞાની! તું તારા પિતાના સ્વભાવ આગળ મારા અંત:કરણની કિંમત આંકી શકયો નથી. નહિતર આવું કર્તવ્ય ન જ કરત. એકવાર તું બોલ્યો તે બોલ્ય પણ હવે આવા શબ્દ તું ફરીને ન ઉચ્ચારીશ અને તારા આત્માને ઘેર નરકના ખાડામાં ન નાખીશ. ઈત્યાદિ શીળવતીના નિબંછનાવાળા વાકથી દેહલ મૌનપણું લઈ એક બાજુ ઊભો રહ્યો. શીળવતી પણ પિતાની લોભવૃત્તિને ધિક્કારવા લાગી. હે પ્રભુ! હું કેવી ઠગાઈ છું. લોભવૃત્તિથી આ કપટી વણિકની કપટજાળ હું જાણી ન શકી ! ખરેખર મને સ્વાધીન કરવાને માટે જ આ વિશેષ દ્રવ્ય આપતો હતો. તે વાતની ખબર મને તો અત્યારે તેના કર્તવ્ય અને Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak II ૩ર૩ -