Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ DEH|E સદશના 33o | વચમાં આવેલો છે. વળી વિશેષ પ્રકારે નિર્જન સ્થાન છે. આ રમણિક પ્રદેશ, દેવો, સિદ્ધો, યો અને વિદ્યાધરોને ક્રીડા કરવામાં સ્થાન સમાન છે. આ સ્થળે કઈક ધર્મનું સ્થાન હોય તો ક્રીડાદિમાં પ્રમાદી, દેવ, દાનવાદિને પણ કાંઈક જાગૃતિ આપવાનું કે આમિકકલ્યાણ કરવામાં સહાયક તરીકે નિમિત્ત થઈ શકે. તું ધર્મની જાણકાર છે. સંસારી જી નિમિત્તવાસી છે. નિમિત્ત પ્રમાણે પ્રવૃત્તિ કરનારા છે તે અહીં એક મનિસવ્રતસ્વામીનું જે મંદિર-દેવાલય હોય તો અહીં આવનાર અનેક જીવોને શુભ આલંબનરૂપ થઈ શકે. થોડા વખત પણ તેઓ પોતાની જિંદગીને શુભ માર્ગમાં વ્યય કરી શકે. ગૃહસ્થને ધન પામ્યાનું સાર્થકપણું આ જ છે કે અનેક જીવને શુભ આલંબન મેળવી આપવાં. અસ્થિર દ્રવ્યથી જે ઘણા લાંબા વખત ચાલે તેટલું, અને | નિવૃત્તિના માર્ગમાં સહાયક-મદદગાર થાય તેવું ફળ થઈ શકતું હોય તો પછી બુદ્ધિમાનોએ તેમ શા માટે ન કરવું જોઈએ? ગુરુમહારાજના ઉપદેશ અને આશયનો વિચાર કરતાં સુદર્શનાને તે સ્થળે એક જિનમંદિર બાંધવું ઘણું જ ઉપયોગી જણાયું. તરત જ પોતાની સાથે રહેલા સૂત્રધારોને બોલાવી નજીકમાં યોગ્ય સ્થળે એક જિનમંદિર બાંધવા માટે આજ્ઞા આપી. પિતાના વહાણામાં સામગ્રી પૂરતી હતી. માણસે પણ પૂરતાં હતાં. જિનશાસ્ત્ર-નિપુણ ઋષભદાસ શ્રેષ્ટિ સાથે જ હતો. પૈસાની કાંઈ ખોટ ન હતી. થોડા જ દિવસમાં એક ભવ્ય પ્રાસાદ તૈયાર થયો. મંદિર બહાર એક ભવ્ય Jun. Gun Aaradhak | 30 ||