Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના | 34 છે. તેટલામાં વહાણો પણ બંદરમાં પહોંચ્યાં. નિર્ધામકોએ વહાણો ઊભા રાખ્યાં, સઢ ઉતાર્યા અને નાંગરો નંખાયાં. નાના પ્રકારનાં મંગલિકે કરવાપૂર્વક રાજકુમારી શિયળવતી સહિત નીચે ઉતરી અને પાલખીમાં બેસી જિતશત્રુ રાજા જ્યાં ઊભે હતો તે તરફ ચાલી. કુમારી આવી પહોંચવા પહેલાં ઋષભદત્ત ટૂંકામાં તેના આવવાનું પ્રયોજન કહી બતાવ્યું હતું. કુમારીનું આગમન જે નિમિત્ત થયું હતું તે જાણી રાજા ઘણો ખુશી થયો અને પોતાની સ્વધર્મી બહેન જાણી તેણીને ઘણો સત્કાર કર્યો.. સદશના સાથે પોતાની પુત્રી શીળવતી હતી તેને દેખી લાંબા વખતના તેણીના વિયોગથી દુઃખી થયેલો રાજા ઘણો હર્ષિત થયો. સુદર્શન અને શીળવતીએ પાલખીથી નીચો ઊતરી રાજાને નમસ્કાર કર્યો. રાજાએ પણ સામા નમસ્કાર કરી ધર્મસ્નેહ જણવ્યો. પોતાની ભાણેજી અને સુદના બન્નેને સુખશાંતિ પૂછવાપૂર્વક ઘણી મમતાથી રાજાએ બન્નેને બોલાવ્યાં. એ અવસરે ઋષભદત્તે રાજાને નમસ્કાર કરી કહ્યું : મહારાજા, સિંહલદ્વીપના રાજાએ મારી સાથે આપને જે કાંઈ સમાચાર કહેવરાવ્યા છે તે આપ ધ્યાન દઈ શ્રવણ કરશે. (મારા મુખથી આપના ઉત્તમ ગુણો સાંભળી તે રાજાએ આપના છતા ગુણની સ્તુતિ કરી છે.) નિર્મળ કુળમાં પેદા થયેલા, શિયળવાનું જાતિવાનું ગુણવાનું ન્યાયી ધર્મધુરંધર સમ્યકત્વવાન પૃથ્વીને વિષે તિલક સમાન મહારાજા જિતશત્રુ ! હું વારંવાર અભ્યર્થના કરું છું / 334 II Jun Gun Aaradhak PAC Gunratnasuri M.S. 10 -