Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન I 317 હે જીવ! રૂપ, યૌવન, ધન, સ્વજનાદિને સ્નેહ અને ઐશ્વર્યાદિ સ્વપ્ન-પ્રાપ્તિની માફક, Tii સર્વ અનિત્ય છે અને ક્ષણભંગુર છે. પારધીવડે પાસમાં પકડાયેલાં હરિની માફક, આ જીવનું રક્ષણ કરનાર સંસારમાં કઈ નથી. પ્રિય માતા, પિતા, પુત્ર, સ્ત્રી, સ્વામી ધન-કુટુંબાદિ નામના જ સંબંધી યાને રક્ષક છે. ધર્મ સિવાય અન્ય કેઈથી રક્ષણ થઈ શકતું નથી. હે જીવ! રંગમંડપમાં નૃત્ય કરનાર પાત્રની માફક, આ જીવ પાત્ર (નૃત્ય કરનાર) રાજલોકરૂપ રંગમંડપમાં, રાજા, રંક, સધન, નિર્ધન, સ્વામિ, સેવક ઇત્યાદિ વિવિધ પ્રકારનાં રૂપ ધારણ કરી, કર્મ પરાધીન થઈ નૃત્ય કરી રહ્યો છે. આ જીવ એકલો જ જન્મે છે, મરે છે, સ્વકૃત કર્માનુસાર સુખ, દુ:ખને અનુભવ કરે છે. અને ધર્મ કરી પૂર્ણ સુખને અનુભવ પણ એકલો જ કરે છે. કેઈ કેઈનું ભલું કે બૂરું કરનાર તાત્ત્વિક રીતે પિતા સિવાય અન્ય કોઈ નથી.' . આત્મા ચૈતન્યગુણવાળો છે. શરીરાદિ પદાર્થોમાં તે ચિત ગુણ નથી પણ જડ સ્વભાવ છે. હે આત્મન ! જ્ઞાન, દર્શનાદિ આત્મગુણ સીવાય જગતમાં બીજું તારું શું હોઈ શકે? નવ દ્વારથી મહાન દુર્ગધી મળને પ્રવાહ વહન થઈ રહ્યો છે. રોગના ઘરરૂપ આ દેહમાં પવિત્રતા તે શાની હોય? બુદ્ધિમાનું છવ તેમાં રાગ કેમ કરે ? -- I 317 | P.P.Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust