Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના રસ I 316 II હે રાજન ! આ ભાવનાઓના વિચારમાં ઘણું ઊંડું રહસ્ય રહેલું છે. આત્મહિત ઈચ્છનાર છે જેમ જેમ તેના વિચારમાં ઊંડા ઊતરશે તેમ તેને આત્મપરિણતિ વિશુદ્ધ થવાપૂર્વક ઘણા ફાયદાઓ થશે. આ ભાવનાના વિચારોથી પવિત્ર હૃદય થતાં, અને અપ્રમત્તપણે ગુર્વાદિની સેવા કરતાં થોડા જ વખતમાં તમને તમારી પ્રિયા અને પુત્ર સાથે મેળાપ થશે. આ પ્રમાણે ગુરુ તરફથી ધર્મોપદેશ સાંભળી રાજાએ સમ્યકત્વપૂર્વક ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો અને આનંદ પામતો રાજા પિતાને મંદિર પાછો ફર્યો. તે દિવસથી રાજાએ ત્રિકાળ (ત્રણ વખત) જિનેશ્વરની પ્રતિમાજીનું પૂજન કરવું શરૂ કર્યું. ઉપગપૂર્વક બને વખત આવશ્યક કરવા લાગ્યો. લીધેલ વ્રતમાં દિવસે અગર રાત્રિએ કાંઈપણ અતિચારરૂપ દૂષણ લાગ્યું હોય તો તે સંભારીને માફી માંગવી, ફરી તેમ ન કરવા દઢતા કરી, આમ કરવાથી લીધેલ નિયમો દઢતાથી પળે છે, એટલું જ નહિ પણ તેમાં વધારો થાય છે. વ્રતધારીઓને આ આવશ્યક ક્રિયા અવશ્ય કરવા યોગ્ય છે. - રાજ સુપાત્રમાં દાન આપે છે. નિર્મળ શિયળ પાળે છે શકત્વનુસાર તપશ્ચર્યા કરે છે. પવિત્ર મનથી સ્વાધ્યાય કરે છે. બહમાનપૂર્વક ગુરૂના ચરણકમળ સેવે છે અને પાપનો ભય રા નીતિથી રાજ્યનું પાલન કરે છે. પાછલી રાત્રિએ જાગૃત થઈ. મમત્વભાવને ત્યાગ કરાવનાર અને ધર્મ ધ્યાનમાં પ્રવૃત્તિ કરાવનાર ભાવનાને આ પ્રમાણે વિચાર કરે છે. AC. Gunratnasuri M.S. | 316 છે. -- - { EL Jun Gun Aaradhak T CREE ,