Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના તે 230 || આપવાની કોણ ઈચ્છા કરે? આ કારણથી આ ચિત્રપટ્ટ પહેલ-વહેલું આપશ્રીને જ બતાવ્યું છે. આ કાર્યમાં હવે આપની આજ્ઞા પ્રમાણ છે. | દત્તનાં વચન સાંભળતાં રાજાને તે કુમારી પર વિશેષ અનુરાગ થયે. દષ્ટિ ચિત્રપટ્ટ છે ઉપર પણ મન તે કુમારીમાં આસક્ત કરી રાજા બેઠો હતો. તેવામાં કાળ-નિવેદકે જણાવ્યું. उल्लप्सीयतेयपसरो सूरो जणमथ्थयं कमइ एसो / तेयगुणब्भहियाणं किमसज्जं जीवलोगंमि // 1 // - તેજના પ્રસરથી ઉલાસ પામી, આ સૂર્ય મનુષ્યના મસ્તકનું આક્રમણ–ઉલ્લંઘન કરે છે. ખરી વાત છે તે જ (પ્રકાશ) ગુણની અધિકતાવાળાઓને આ જીવલોકમાં કાંઈ અસાધ્ય નથી. | મધ્યાહ્નને વખત થયે જાણી સભા વિસર્જન કરી, રાજાએ દેવપૂજન કરી ભોજન કર્યું. ત્યારબાદ શયામાં આળોટતો રાજા તે કન્યાના સંબંધમાં ચિંતા કરવા લાગ્યા. દત્ત રાજાને ગૂઢ અભિપ્રાય સમજી તરત જ ત્યાંથી રવાના થઈદેવશાળપુરમાં વિજયસેન રાજાને જઈ મળ્યો. શંખરાજાની યોગ્યતા અને કળાવતી પરનો અનુરાગ કહી સંભળાવ્યો. રાજકુમારીને લાયક પતિ મળવાથી રાજકુટુંબ આનંદ પામ્યું. રાજાએ તરત જ સિન્ય તયાર કરાવી, જયસેનકુમાર સાથે કળાવતીને શંખરાજા તરફ સ્વયંવરા તરીકે મેકલાવી. Jun Gun Aaradhak 23o | Ac. Gunratiasuri M.S